Book Title: Pudgalno Parihar Parmarthni Prapti
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 144
________________ સંતોષ માનજે. શરીર ધારણ કર્યું છે એટલે તેને સજાવવા-સાચવવાની વૃત્તિ ઊઠશે, શરીર તેના ધર્મ પ્રમાણે પદાર્થોની માંગ કરશે. પણ તું તે પ્રત્યે સંયમ ધારણ કરી તેનું પોષણ કરજે. તેં આજે શરીરના બળ માટે શીરો ખાધો અને બીજે દિવસે તે તપ કરવામાં આનાકાની કરે, તારા મનને પટાવી દે તો સમજજે કે આ પુદ્ગલની જાળમાં તું ફસાઈ ગયો. પરંતુ જો તારી તપની પ્રેરણા ટકી રહે તો તેવો અભ્યાસ વધારતો જજે. તેમાં તને સંતોષ મળશે. પુદ્ગલ પદાર્થો શરીર, સ્વાસ્થ્ય, સ્ત્રી, પુત્રાદિપરિવાર. માન-અપમાન, ધન-ધાન્ય, માલ-મિલકત, વસ્રો-પાત્રો, સગાંસ્નેહીઓ, વ્યાપારધંધો આ સર્વ તારી આજુબાજુની દુનિયા છે. તું તેમાં ઘેરાઈ જઈને પદાર્થોની અલ્પધિકતાથી લાભ અને હાનિ માની સુખી કે દુઃખી ન થતો. પૌદ્ગલિક પદાર્થોનો સંયોગવિયોગ તારા શુભાશુભ કર્મો પર આધારિત છે. તે તારા હાથની વાત નથી તેવા સમયે તું હર્ષ-શોક ન કરતો. તારું શું હતું કે તું તેના સંયોગે કે વિયોગે સુખી-દુઃખી થાય છે ? કર્મ સંયોગે જે કંઈ થાય છે, તેમાં અધીરજ ન સેવવી. જે કંઈ કર્મફળ છે તે ભોગવ્યાથી છૂટે છે. તેમાં હર્ષ-શોક કરવો નહિ. જીવનમાં સમાધાન કે સફળતા માટે પ્રારબ્ધને સમતાથી ભોગવી ખસી જવું. વર્તમાનમાં જે તારા પ્રયત્નથી આવ્યું નથી તે ભલે પૂર્વકૃત હોય પણ તેનાથી ભાગી છૂટી શકશે નહિ માટે તે પ્રત્યે ચિંતા, શોક કે સંતાપ કર્યા વગર સહી લેવું. જ્ઞાનીને પણ પ્રારબ્ધના ફળને ભોગવ્યા વગર છૂટ્યા નથી. સુખ-દુઃખ, સંયોગ-વિયોગ આપણા હાથની વાત નથી. તે તો હાથમાંથી છૂટેલા બાણ જેવું છે. તીર છૂટ્યું તે નિશાનને વીંધી લેશે. તેમ કર્મ ઉદયમાં આવતાં ફળ આપી દેશે. દોરથી તૂટેલો પતંગ અમુક જગાએ જઈને નીચે પડે છે. તેમ કર્મ ભોગવતાં ભોગવતાં છૂટી જશે. સમતાથી ભોગવેલું તને નવું બંધન આપી શકશે નહિ. સુખદુઃ ખાદિથી છૂટવાનો એક જ ઉપાય છે. એ સર્વ પરિસ્થિતિ પાછળ દોડતા મનને થંભાવી આત્મચિંતનમાં વાળી લેવું. પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Jain Education International For Private & Personal Use Only ૧૩૩ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180