Book Title: Pudgalno Parihar Parmarthni Prapti
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 145
________________ નિશ્ચયથી આત્મા સ્વ-પર પ્રકાશિત છે. છતાં સ્વરૂપને તન્મય થઈને જાણે છે. પરને તન્મય રહિત જાણે છે. આવા સર્વદર્શી આત્મામાં શ્રદ્ધા થઈ, પ્રતીતિ થઈ તે જાણે છે કે રાગાદિમાં રોકાઉં તે હું નહિ. ઈન્દ્રિયો દ્વારા જોઉં એવો હું નહિ. આત્માનું જ્ઞાન-દર્શન ઉપયોગમય સામર્થ્ય જ એવું છે. જ્ઞાન પરને જાણે પણ પરરૂપે થાય નહિ . જડને જાણે પણ જડરૂપે થાય નહિ, જેમ વિષ્ટા જેવા પદાર્થો જોતાં આંખ મલિન થતી નથી, કે અગ્નિ જોતાં ગરમ થતી નથી તેમ આત્મા ચેતના રાગાદિથી મલિન થતી નથી. પોતે સત્તાપણે સ્વ-સ્વરૂપે રહે છે. જે કંઈ રાગાદિની મલિનતા છે તે અજ્ઞાનરૂપે પરિણમેલા જ્ઞાનની છે. પરંતુ ભેદજ્ઞાની આત્માને અને રાગને જુદા જાણે છે. તે રાગાદિમાં તન્મય થતા નથી. તે જાણે છે કે હું સ્વરૂપથી ટકું છું. દેહના સંયોગે અન્નપાણી કે મનવાણી વ્યવહાર છે. મારા આત્મામાં તેવો વ્યવહાર નથી. આવું ભેદજ્ઞાન વર્તે છે. જો ઉપજે સો તું નહિ અરૂ, વિણસે સો તું નાહિ, તું તો અચલ અકલ અવિનાશી, સમજ દેખ દિલમાંહિ. ૮૯ તું એક વાત દઢપણે સમજી લેજે, જેને તું જન્મ કહે છે તે ઉત્પન્ન થવું, જેને મરણ કહે છે, તે નાશ પામવું. તે તું નથી. તું જન્મતો નથી મરણ પામતો નથી. જે ઉત્પન્ન થાય છે, નાશ પામે છે તે તારી કર્મજનિત અવસ્થાઓ છે. જેમ દરિયાના પાણીના તરંગો ઊઠે છે, લય પામે છે. તે તરંગો એ દરિયો નથી. તરંગો ભલે દરિયાનું એક અંગ હોય. પણ મૂળ વસ્તુસ્વરૂપે દરિયો જળયુક્ત છે. તરંગયુક્ત નથી કે ઉત્પન્ન થાય અને નાશ પામે. તેમ તું આત્મા, ચૈતન્ય, અમૃત સાગર ક્યારે ઉત્પન્ન થયો નથી કે નાશ પામે. નર-નારી, નારક-દેવ, પશુ-પક્ષી, વગેરે દેહાધીન અવસ્થાઓ તે અમૃતસાગર ઉપરના તરંગો અવસ્થાઓ છે. તે ઊપજે છે અને લય પામે છે. ત્યારે આત્મા તો ધ્રુવપણે ટેકલો છે. કારણ કે તું જે રૂપે ઓળખાય છે તે ચૈતન્ય ધ્રુવ, કર્મ કલંક રહિત, અવિનાશી છે. તે કેવી રીતે ઊપજે અને નાશ પામે ! તે તો અનાદિ અનંતપણે છે. બદલાતી અવસ્થાઓને મૂળરૂપે જાણી જો તું દ્રવ્યને વિનાશી ૧૩૪ પુદગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180