Book Title: Pudgalno Parihar Parmarthni Prapti
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 134
________________ ચિંતારૂપી સંગ્રામ ખેલીને દુઃખને ઉપાર્જન કરે છે. આવા સંગ્રામ ખેલવા પાછળ પૌદ્ગલિક પદાર્થોનો અસંતોષ છે. અને તે પદાર્થો સ્વયં વિનાશી છે. તેના દ્વારા પોતે અમર નામના મેળવવા માંગે છે. રિદ્ધિસિદ્ધિ બેંકે ગઢ તોડી, જોડી અગમ અપાર, પણ તે પુદ્ગલ દ્રવ્ય સ્વભાવે, વિણસત લગે ન વાર. ૮૧ બુદ્ધિમાન અને પરાક્રમી માનવોએ જગતમાં પૌદ્ગલિકપણે પણ આશ્ચર્યજનક કાર્યો કર્યાં છે. ધન-વૈભવની રિદ્ધિસિદ્ધિ વિપુલ પ્રમાણમાં સંગ્રહ કરનારા ભૂપતિઓ કે મહાત્વાકાંક્ષીઓ નિપજ્યાં છે. ચક્રવર્તીનાં ચૌદ રતન અજબગજબનાં હતાં. પહાડનું ચૂરણ બનાવી દે. દરિયા પાર કરવા માટે ચર્મરત્ન હોય. તેમના મુગટનું મૂલ્ય જ થઈ ન શકે. તેમનું સ્રરત્ન અત્યંત સુંદર હોય. છતાં એ સઘળું મૂકીને તેઓ ચાલી નીકળ્યા ! સિકંદર જેવા સમ્રાટે રત્નો અને ઝવેરાતના ઢગલા ભેગા કર્યા. ભલભલા પરાક્રમી રાજાઓને જીત્યા. મજબૂત ગઢોને તોડ્યા. સૂરંગો વડે ધરતી ધ્રુજાવી. વિકરાળ સૈન્ય એકઠું કર્યું. આશ્ચર્યજનક મહેલોની રચના કરી. અંતે રાખમાં પોઢી ગયો. અરે પેલો શહેનશાહ બે હજાર ઓરડા સજાવીને રાખતો. ગમે તે ઓરડામાં તે સૂવા જતો, તેની કાયા સાડાત્રણ હાથ જગા રોકતી પરંતુ ઓરડા બે હજાર રાખતો, અંગ પર પૂરતું હજારો રૂપિયાનું પહેરતો. સમય વહ્યો જતો હતો છતાં સમય જોવા કરોડોની ઘડિયાળ પહેરતો. તમામ સભામાં સમયસર પહોંચતો. એક દિવસ સમયસર ઊપડી ગયો. ખબર નહિ તે કયા ખૂણે જન્મ્યો હશે ? વર્ષોથી રક્ષણ થાય તેવા મહેલો, ઠંડીથી કે ગરમીથી રક્ષા થાય તેવા ઓરડાઓ, પૂરા નગરની રક્ષા થાય તેવા ગઢ-કિલ્લા, આહારમાં કંઈ કાવત્રું ન થાય માટે કૂતરાને આહાર પહેલાં આપતો, એક એક હથિયાર ઘસીને ધારદાર રાખતો, ગમે ત્યારે દુશ્મનને હણી શકાય. ઘોડા એવા રાખતો ભય સમયે દૂર ભાગી શકે. વસ્ત્રાલંકાર પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Jain Education International For Private & Personal Use Only ૧૨૩ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180