Book Title: Pravachansara Piyush Part 2 Author(s): Kundkundacharya, Amrutchandracharya, Himmatlal Jethalal Shah Publisher: Grand Rapid America Mumukshu Mandal America View full book textPage 6
________________ પ્ર જ્ઞેયતત્ત્વપ્રજ્ઞાપન શાસ્ત્રના બીજા અધિકારમાં શેયનું સ્વરૂપ દર્શાવ્યું છે. શેય શબ્દથી વિશ્વના પદાર્થો લક્ષમાં આવે છે. જીવ પોતે પણ એક દ્રવ્ય હોવાથી પદાર્થના લક્ષણો તેને લાગુ પડે છે. અહીં દ્રવ્ય સામાન્ય અને દ્રવ્ય વિશેષ એવા બે ભેદો દ્વારા શેયને દર્શાવ્યું છે. દ્રવ્ય સામાન્ય કહેતાં ત્યાં પદાર્થના અંતરંગ સ્વરૂપનું વર્ણન લીધું છે. દરેક પદાર્થ, દ્રવ્ય-ગુણ અને પર્યાય તથા ઉત્પાદ-વ્યય અને ધ્રુવ એવા ભેદો દ્વા૨ા ઓળખાવી શકાય છે. આ છ ને અલગરૂપે લક્ષમાં લીધા બાદ એક બીજા સાથેના સંબંધના જોડકાનો અભ્યાસ જરૂરી છે. જેમ કે દ્રવ્ય અને ગુણ વચ્ચે સંબંધ, દ્રવ્ય અને પર્યાય વચ્ચે, ઉત્પાદ અને વ્યય વચ્ચે તેમજ ધ્રુવ અને વ્યય વચ્ચે કેવા સંબંધો છે તે લક્ષમાં લેવું જોઈએ. ત્યારબાદ પદાર્થનું વાસ્તવિક સ્વરૂપ જે અખંડ-એકરૂપ છે તેનો પણ અભ્યાસ જરૂરી છે. આ બંધારણ છએ દ્રવ્યો માટે એકસરખું છે. એ લક્ષમાં લીધા પછી છ દ્રવ્યોને તેના અસાધારણ ધર્મો વડે જયારે ઓળખવામાં આવે છે ત્યારે તે દરેક એકબીજાથી જુદા ખ્યાલમાં આવે છે. આ રીતે પદાર્થના અભ્યાસને તેને દ્રવ્યવિશેષનો ૬ અભ્યાસ કહે છે. દ્રવ્ય સામાન્યનો અર્થ અહીં પદાર્થનો નિત્ય સ્વભાવ નથી, પરંતુ આખો પદાર્થ છે. જેને શાસ્ત્રભાષામાં સ્વરૂપ અસ્તિત્વ કહે છે, તેને અહીં દ્રવ્યસામાન્ય કહેવામાં આવે છે. આ સ્વરૂપને ખ્યાલમાં લેતાં છ દ્રવ્યોમાં રહેલા સામ્યપણાનો ખ્યાલ આવે છે. દ્રવ્ય વિશેષના જ્ઞાનથી ભેદજ્ઞાન કઈ રીતે થાય તે સમજાય છે. બધા પદાર્થો પોતાનું અલગપણું ટકાવીને એકબીજા સાથે સંબંધમાં અવશ્ય આવે છે. આ અધિકા૨માં ભેદજ્ઞાનની મુખ્યતા છે. દ્રવ્યસામાન્ય અને દ્રવ્ય વિશેષના સમચીન જ્ઞાન વડે જ આ કાર્ય, પ્રયોગાત્મક ભેદજ્ઞાન શક્ય બને છે. ૫૨માગમોમાં જીવની મુખ્યતાથી વાત આવે. અનાદિનું મિથ્યાત્વ કેવી રીતે નાશ પામે અને સમ્યક્ત્વ તેમજ પ૨માત્મદશાની પ્રગટતા કેવી રીતે થાય આ વાત સવિશેષપણે દ્રવ્યાનુયોગના શાસ્ત્રોમાં વાંચવા મળે - પરંતુ પદાર્થ બંધારણ અર્થાત્ દરેક પદાર્થનું અંતરંગ બંધારણ કેવું છે તેનો વિસ્તાર તો પ્રવચનસાર, પંચાધ્યાયી અને થોડા અંશે પંચાસ્તિકાય શાસ્ત્રમાંથી જ જાણવા મળે. પદાર્થનું આ અંતરંગ બંધારણ એતો વસ્તુનું યથાર્થ અનેકાંત જ્ઞેયતત્ત્વ - પ્રજ્ઞાપનPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 268