Book Title: Pravachansara Piyush Part 2
Author(s): Kundkundacharya, Amrutchandracharya, Himmatlal Jethalal Shah
Publisher: Grand Rapid America Mumukshu Mandal America

View full book text
Previous | Next

Page 5
________________ થાય છે. અમોએ પણ તેનો પ્રત્યક્ષ લાભ લીધો છે. વળી પરોક્ષપણે તે લાભ હજા પણ ચાલુ જ છે. રાજકોટમાં પ્રવચનસાર શાસ્ત્ર ઉપર સ્વાધ્યાય ચાલતો હતો ત્યારે ડૉ. પ્રવીણભાઈએ પોતાના માટેની એક હાથ નોંધ પણ તૈયાર કરી છે. જે બધાને લાભનું કારણ થાય તેમ છે. તેના આધારે આ લખાણ તૈયાર કરવામાં આવ્યું છે જે પ્રવચનસાર પીયૂષ ભાગ ૧, ૨ અને ૩ રૂપે જિજ્ઞાસુ જીવોના નિજકલ્યાણ અર્થે પ્રસ્તુત કરતાં અમો અત્યંત ધન્યતા અનુભવીએ છીએ. સોનગઢથી પ્રકાશિત પ્રવચનસાર શાસ્ત્રની પ્રસ્તાવનામાં પં. શ્રી હિંમતભાઈએ જ્ઞાનતત્ત્વ પ્રજ્ઞાપન અધિકાર વિષે જે લખ્યું છે તે અહીં તેમના શબ્દોમાં વાંચીએ. એવા આ પરમ પવિત્ર શાસ્ત્રને વિષે ત્રણ શ્રુતસ્કંધ છે. બીજા શ્રુતસ્કંધનું નામ શેયતત્ત્વ-પ્રજ્ઞાપન છે. અનાદિ કાળથી પરિભ્રમણ કરતો જીવ બધું કરી ચૂકયો છે પણ સ્વ-પરનું ભેદવિજ્ઞાન તેણે કદી કર્યું નથી. “બંધમાર્ગમાં તેમ જ મોક્ષમાર્ગમાં જીવ એકલો જ કર્તા, કર્મ, કરણ અને કર્મફળ બને છે, પર સાથે તેને કદીયે કાંઈ જ સંબંધ નથી” એવી સાનુભવ શ્રદ્ધા તેને કદી થઈ નથી. તેથી હજારો મિથ્યા ઉપાયો કરવા છતાં તે દુઃખમુક્ત થતો નથી. આ શ્રુતસ્કંધમાં આચાર્ય ભગવાને દુઃખનું મૂળ છેદવાનું સાધન-ભેદવિજ્ઞાન-સમજાવ્યું છે. “જગતનું પ્રત્યેક સત્ અર્થાત્ પ્રત્યેક દ્રવ્ય ઉત્પાદ-વ્યય-ધ્રો સિવાય કે ગુણપર્યાયસમૂહ સિવાય બીજું કાંઈ જ નથી. સત્ કહો, દ્રવ્ય કહો, ઉત્પાદ-વ્યય-ધ્રોવ્ય કહો, ગુણપર્યાયપિંડ કહો - એ બધું એક જ છે.” આ ત્રિકાળજ્ઞ જિનભગવંતોએ સાક્ષાત્ દેખેલા વસ્તુ સ્વરૂપનો મૂળભૂતપાયાનો- સિદ્ધાંત છે. વીતરાગ વિજ્ઞાનનો આ મૂળભૂત સિદ્ધાંત શરૂઆતની ઘણી ગાથાઓમાં અત્યંત અત્યંત સુંદર રીતે કોઈ લોકોત્તર વૈજ્ઞાનિકની ઢબથી સમજાવવામાં આવ્યો છે. ત્યાં દ્રવ્ય સામાન્યનું સ્વરૂપ જે અલોકિક શૈલીથી સિદ્ધ કર્યું છે તેનો ખ્યાલ વાંચકને એ ભાગ જાતે જ વાંચ્યા વિના આવવો અશક્ય છે. ખરેખર પ્રવચનસારમાં વર્ણવેલું આ દ્રવ્યસામાન્ય નિરૂપણ અત્યંત અબાધ્ય અને પર પ્રતીતિકર છે. એ રીતે દ્રવ્ય સામાન્યના જ્ઞાનરૂપી સુદઢ ભૂમિકા રચીને, દ્રવ્યવિશેષનું અસાધારણ વર્ણન, પ્રાણાદિથી જીવનું ભિન્નપણું, જીવ દેહાદિકનો કર્તા-કારયિતા-અનુમંતા નથી એ હકિકત, જીવને પુદ્ગલપિંડનું અકર્તાપણું, નિશ્ચયબંધનું સ્વરૂપ, શુદ્ધાત્માની ઉપલબ્ધિનું ફળ, એકાગ્રસંચેતનલક્ષણ ધ્યાન વગેરે અનેક વિષયો અતિ સ્પષ્ટ રીતે સમજાવવામાં આવ્યા છે. એ બધામાં સ્વ-પરનું ભેદવિજ્ઞાન જ નીતરી રહ્યું છે. આખા અધિકારમાં વીતરાગ-પ્રણીત દ્રવ્યાનુયોગનું સત્ત્વ ઠાંસી ઠાંસીને ભર્યું છે, જિનશાસનના મૌલિક સિદ્ધાંતોને અબાધ્ય યુક્તિથી સિદ્ધ કર્યા છે. આ અધિકાર જિનશાસનના સ્તંભ સમાન છે. એનો ઊંડાણથી અભ્યાસ કરનાર મધ્યસ્થ સુપાત્ર જીવને “જૈનદર્શન જ વસ્તુદર્શન છે” એમ લાગ્યા વિના રહેતું નથી. વિષયનું પ્રતિપાદન એટલું પ્રોઢ, અગાધ ઊંડપવાળું છે, મર્મ-સ્પર્શી અને ચમત્કૃતિમય છે કે તે મુમુક્ષુના ઉપયોગને તીક્ષ્ણ બનાવી શ્રુતરત્નાકરના ગંભીર ઊંડાણમાં લઈ જાય છે, કોઈ ઉચ્ચ કોટિના મુમુક્ષુને નિજ સ્વભાવરત્નની પ્રાપ્તિ કરાવે છે અને કોઈ સામાન્ય મુમુક્ષુ ત્યાં સુધી ન પહોંચી શકે તો તેના હૃદયમાં પણ “શ્રતરત્નાકર અદ્ભૂત અને અપાર છે” એવો મહિમા તો જરૂર ઘર કરી જાય છે. ગ્રંથકાર શ્રી કુંદકુંદચાર્યદેવ અને ટીકાકાર શ્રી અમૃતચંદ્રાચાર્યદેવના હૃદયમાંથી વહેલી શ્રુતગંગાએ તીર્થકરના અને શ્રુતકેવળીઓના વિરહને ભુલાવ્યા છે. અમારી આ ભાવના જિનવાણીમાતા પ્રત્યેની ભક્તિથી અને ભવભયથી ડરતાં ડરતાં સાકાર પામે છે. જે કોઈ ક્ષતિ રહી ગઈ હોય તે તો અમારી અપૂર્ણતા જ દર્શાવે છે. સહુ ભવ્ય જીવો આનો પૂરો લાભ લે એવી ભાવના સહિત, મહિમા અહો એ કેવળ જ્ઞાનનો મહિમા અહો એ ભાવિ તીર્થંકરદેવા સૂર્યકીર્તિનાથનો.” શ્રી ગ્રાંડ રેપિડ અમેરિકા મુમુક્ષુ મંડળ વતી, શ્રી નીતિનભાઈ ભીમાણી પ્રવચનસાર - પીયૂષા

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 268