Book Title: Pravachansara Piyush Part 2
Author(s): Kundkundacharya, Amrutchandracharya, Himmatlal Jethalal Shah
Publisher: Grand Rapid America Mumukshu Mandal America

View full book text
Previous | Next

Page 4
________________ Tી નમઃ શ્રી સિદ્ધભ્યઃ | Tી નમો અનેકાંતાયઃ | dIqI મહાવિદેહ ક્ષેત્રેના વર્તમાન તીર્થંકરદેવ શ્રી સીમંધર સ્વામી પાસેથી મળેલા દિવ્ય જ્ઞાન વડે શ્રી કુંદકુંદઆચાર્ય વડે બોધ ન આવ્યો હોત, શ્રી અમૃતચંદ્ર આચાર્યદેવે તેમના હૃદયમાં પેસી જઈને ગંભીર આશયોને વ્યક્ત ન કર્યા હોત અને જેમનો આપણા ઉપર અસીમ ઉપકાર વર્તે છે તેવા પરમ મહામંગલકારી સદ્ગુરુ કહાન ગુરુદેવ, સ્વાનુભૂતિ પ્રકાશિત પૂ. બહેનશ્રી અને કુંદકુંદ ભારતીના પનોતા પુત્ર આદરણીય પંડિતજીની આપણી જ માતૃભાષામાં થયેલી જિનવાણી માતાની પ્રભાવના અત્યારે જો વિદ્યમાન ન હોત તો આવા દુષમ કાળના પ્રભાવ નીચે સાચા માર્ગથી વિખૂટા પડેલા પાત્ર જીવોને ફરી પાછા સાચા માર્ગમાં સુસ્થાપિત કોણ કરત? એજ દુષમકાળની ઘેરી અસર ઉપરાંત થોડા વર્તમાન પુણ્યના ઉદયફળરૂપ અને બાહ્યમાં થોડી સાધન સંપન્નતાની માદક અસર વચ્ચે અમો શાંતિભર્યું જીવન વીતાવતા અને અમારી “માનેલી સાચી સમજણપૂર્વક” યથાશક્તિ સ્વાધ્યાય કરતા હતા. ત્યાં કેમ જાણે “સદ્ અવસર આ ચુકા હે” એવા એક અચંબારૂપે પૂ. ગુરુદેવશ્રી અને પૂ. ભગવતી માતાના અચિંત્ય પ્રતાપથી શ્રી સોનગઢ ટ્રસ્ટ પ્રેરિત પાંચ માસના ટૂંકા ગાળામાં ઉપરાઉપરી ચાર ચુનંદા વિદ્વાન સ્કોલરોને અમારા ઘરે મોકલી અને દરરોજ બારથી ચોદ કલાક અવિરત પ્રતિબોધ આપી એમણે એકવાર તો સાક્ષાત્ સુવર્ણપુરીનું સ્વાધ્યાય મંદિર જીવંતરૂપે ખડું કરી દીધું હતું અને કેમ જાણે જ્ઞાનીઓના સાક્ષાત્ આશીર્વાદ અમારા ઉપર વરસી રહ્યા હતા. મનુષ્યભવની દુર્લભતા, વર્તમાન મનુષ્યભવની સાચી સાર્થકતા, સાચા સુખનું સ્વરૂપ, સાચા વીતરાગી દેવગુરુ-શાસ્ત્ર, વિશ્વનું ખરું બંધારણ, દ્રવ્યનું અંતરંગ બંધારણ, વિશ્વનું અનેકાંતમય સ્વરૂપ અને તેને વ્યક્ત કરનારી સ્વાદ્વાદ કથનશૈલી, નય અને પ્રમાણ જ્ઞાનનું સ્વરૂપ, આપણી મૂળમાં ભૂલ, અને તેનો અકસીર ઉપાય. આવી તદ્દન પાયાની અને મૂળભૂત માહિતીથી પણ વંચિત એવા અમ સુવર્ણપુરીથી વિખુટા પડેલા અને પરદેશમાં વસતા, પણ પરંતુ પાત્ર જીવોને આ વિદ્વાન સ્કોલરોએ આવી અને પૂજ્ય ગુરુદેવશ્રી અને પૂ. ભગવતી માતાએ પ્રરૂપેલ શુદ્ધ જૈનદર્શનના સિદ્ધાંત મુજબ અમારા જ્ઞાનને વ્યવસ્થિત ન કર્યું હોત તો પૂ. ગુરુદેવના શુદ્ધ માર્ગમાં અમે પ્રવેશ કેમ કરી શક્યા હોત? જે જૈન દર્શનના શુદ્ધ સિદ્ધાંતો અમને પ્રાપ્ત થયા તે, જિજ્ઞાસુ પાત્ર જીવોને થોડો શ્રમ લઈને પણ વ્યવસ્થિત અભ્યાસ કરવો હોય તો ઉપયોગી થાય તે આશયથી જેન તત્ત્વદર્શન ભાગ ૧ થી ૫ નું પ્રકાશન કરવામાં સક્રિય ભાગ લેવાનો સુઅવસર અમને પ્રાપ્ત થયો હતો. તેને મળેલા પ્રતિસાદથી અમો વધુ ઉત્સાહિત થયા છીએ આચાર્ય ભગવંતના મૂળ શાસ્ત્રોના અભ્યાસ બધા મુમુક્ષુઓએ કરવો જોઈએ એવો બધા જ્ઞાનીઓનો અભિપ્રાય છે. પૂ. ગુરુદેવશ્રીએ બધા શાસ્ત્રો ઉપર પ્રવચનો આપ્યા છે અને એના દ્વારા શાસ્ત્રના અર્થ કરવાની રીત, ચાવી બધા મુમુક્ષુઓને આપી છે. જેથી શાસ્ત્ર સ્વાધ્યાય કરવા ઈચ્છુક જીવોને યોગ્ય માર્ગદર્શન અવશ્ય મળ્યું છે. શુદ્ધાત્માને કેન્દ્રમાં રાખીને જ શાસ્ત્ર સ્વાધ્યાય કરવાની રીત અને તેની અગત્યતા પૂ. ગુરુદેવે સ્પષ્ટપણે સમજાવી છે. પાંચ પરમાગમોમાં પ્રવચનસાર શાસ્ત્રનો અભ્યાસ બધાને કઠીન લાગે છે. પરંતુ પ.કા. શ્રી હિંમતભાઈ તેનો જ અભ્યાસ પ્રથમ કરવા ઉપર ભાર મૂકતા હતા. અને તે યોગ્ય જ છે એમ અમોને પણ લાગ્યું છે. રાજકોટમાં નિયમિત બે વખત શાસ્ત્ર સ્વાધ્યાય શેયતત્ત્વ - પ્રજ્ઞાપન

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 268