________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૨૪૨ થી ૨૪૬ ]
[ ૨૫
(શાર્દૂનવિદ્રીડિત )
लोकः कर्मततोऽस्तु सोऽस्तु च परिस्पन्दात्मकं कर्म तत् तान्यस्मिन्करणानि सन्तु चिदचिद्व्यापादनं चास्तु तत्। रागादीनुपयोगभूमिमनयन् ज्ञानं भवन्केवलं बन्धं नैव कुतोऽप्युपैत्ययमहो सम्यग्दृगात्मा ध्रुवम् ।। ९६५ ।।
ઘાત કરતો, રજથી બંધાતો-લેપાતો નથી, કારણ કે તેને રજબંધનું કારણ જે તેલ આદિનું મર્દન તેનો અભાવ છે; તેવી રીતે સમ્યગ્દષ્ટિ, પોતામાં રાગાદિકને નહિ કરતો થકો, તે જ સ્વભાવથી જ બહુ કર્મયોગ્ય પુદ્દગલોથી ભરેલા લોકમાં તે જ કાય-વચન-મનનું કર્મ (અર્થાત્ કાય-વચન-મનની ક્રિયા ) કરતો, તે જ અનેક પ્રકારનાં કરણો વડે તે જ સચિત્ત-અચિત્ત વસ્તુઓનો ઘાત કરતો, કર્મરૂપી રજથી બંધાતો નથી, કારણ કે તેને બંધનું કારણ જે રાગનો યોગ (-રાગમાં જોડાણ ) તેનો અભાવ છે.
ભાવાર્થ:- સમ્યગ્દષ્ટિને પૂર્વોકત સર્વ સંબંધો હોવા છતાં પણ રાગના સંબંધનો અભાવ હોવાથી કર્મબંધ થતો નથી. આના સમર્થનમાં પૂર્વે કહેવાઈ ગયું છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે:
શ્લોકાર્થ:- [ર્મતત: નો: સ: અસ્તુ] માટે તે (પૂર્વોક્ત ) બહુ કર્મથી ( કર્મયોગ્ય પુદ્દગલોથી) ભરેલો લોક છે તે ભલે હો, [પરિસ્વાત્મળ ર્મ તત્ હૈં અસ્તુ] તે મનવચન-કાયાના ચલનસ્વરૂપ કર્મ (અર્થાત્ યોગ) છે તે પણ ભલે હો, [તાનિ જર્નાનિ અસ્મિન્ સ ] તે ( પૂર્વોક્ત) કરણો પણ તેને ભલે હો [૬] અને [ તત્ વિદ્—અવિદ્— વ્યાપાવન અસ્તુ] તે ચેતન-અચેતનનો ઘાત પણ ભલે હો, પરંતુ [અહો] અહો ! [ અયસ્ સભ્ય દ[—આત્મા] આ સમ્યગ્દષ્ટિ આત્મા, [ રાવીન્ ઉપયોગમૂમિમ્ અનયન્] રાગાદિકને ઉપયોગભૂમિમાં નહિ લાવતો થકો, [જેવાં જ્ઞાનં ભવન્] કેવળ (એક) જ્ઞાનરૂપે થતોપરિણમતો થકો, [છુત: અપિ વશ્વમ્ ધ્રુવમ્ ન વ પતિ] કોઈ પણ કારણથી બંધને ચોક્કસ નથી જ પામતો. (અહો ! દેખો ! આ સમ્યગ્દર્શનનો અદ્દભુત મહિમા છે.)
ભાવાર્થ:- અહીં સમ્યગ્દષ્ટિનું અદ્દભુત માહાત્મ્ય કહ્યું અને લોક, યોગ, કરણ, ચૈતન્ય-અચૈતન્યનો ઘાત-એ બંધના કારણ નથી એમ કહ્યું છે. આથી એમ ન સમજવું કે ૫૨જીવની હિંસાથી બંધ કહ્યો નથી માટે સ્વચ્છંદી થઈ હિંસા કરવી. અહીં તો એમ આશય છે કે અબુદ્ધિપૂર્વક કદાચિત્ ૫૨જીવનો થાત પણ થઈ જાય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com