________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮ ]
ન રત્નાકર ભાગ-૮
પ્રગટ કર્યું છે. પંચાસ્તિકાય ગાથા ૧૭ર માં આવે છે કે શાસ્ત્રનું તાત્પર્ય વીતરાગતા છે. અહા! ચારે અનુયોગનો સાર વીતરાગતા છે. એ વીતરાગતા પ્રગટ કેમ થાય ? તો કહે છે કે ત્રિકાળી સત્યાર્થ સદા વીતરાગસ્વભાવ-ચૈતન્યસ્વભાવી એક ભગવાન આત્માનો આશ્રય કરતાં વીતરાગતા પ્રગટ થાય છે. એટલે ત્રિકાળી ધ્રુવ નિજ પરમાત્મદ્રવ્યમાં જ દષ્ટિ કરવી એ ચારેય અનુયોગનો સાર છે એમ સિદ્ધ થયું.
આ તારા હિતની વાત છે ભાઈ! અહાહા..! હિત કેમ થાય? તો કહે છે-પરમ સરૂપ સાહ્યબો સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ અંદર નિત્ય પરમાત્મસ્વરૂપે સાક્ષાત્ બિરાજમાન છે. આવા નિજ પરમાત્મસ્વભાવના આશ્રયે પર્યાયમાં નિરાકુલ આનંદરૂપ પરમાત્મપદ પ્રગટ થાય છે અને તે એનું હિત છે એને સુખનું પ્રયોજન છે ને ? તો સુખધામ પ્રભુ આત્મા ત્રિકાળ છે એનો આશ્રય કરવાથી સુખની દશા પ્રગટ થાય છે. આ સિવાય બીજું આડું અવળું કરે એ માર્ગ નથી, ઉપાય નથી, સમજાણું કાંઈ...?
હવે અહીં સિદ્ધાંત શું નક્કી થયો? કે “ઉપયોગમાં રાગાદિકરણ તે બંધનું કારણ છે.” ઉપયોગમાં રાગનું કરવું અર્થાત્ રાગની સાથે એકત્વબુદ્ધિ કરવી તે બંધનું કારણ છે,
જ્યારે ઉપયોગમાં વીતરાગસ્વરૂપનું પ્રગટ કરવું તે અબંધનું કારણ છે, આનંદનું કારણ છે, સુખનું અને શાંતિનું કારણ છે. લ્યો, આવી વાત! અરે ! સત્ય જ આ છે. બહારની ચીજ જે રાગ કે જે એના (નિર્મળ) ઉપયોગમાં નથી તે બહારની ચીજને ઉપયોગમાં એકાકાર કરવી એ બંધનું કારણ છે, દુઃખનું કારણ છે. સમજાણું કાંઈ..? છઠુંઢાળામાં આવે છે ને
“લાખ બાતકી બાત યહેં, નિશ્ચય ઉર લાવો;
તોરિ સકલ જગ દંડ-ફંદ, નિત આતમ ધ્યાવો.” ભાઈ ! તારો ભગવાન અંદર પૂરણ સુખધામ પ્રભુ બિરાજે છે ત્યાં જાને ! એની ઓથ (આશ્રય) લેને! એના પડખે ચઢને! તું રાગાદિ પર્યાયને પડખે ચઢયો છો એ તો દુઃખ છે. અહીં સિદ્ધાંતમાં તો આ કહે છે કે-ઉપયોગમાં રાગનું કરવું, જ્ઞાન સાથે રાગનું મેળવવું એ બંધનું કારણ છે, દુઃખનું કારણ છે.
પ્રશ્ન- જ્ઞાનીને મિથ્યાત્વ ગયા પછી રાગ તો રહે છે? તે એને બંધનું કારણ છે કે નહિ?
સમાધાન- સમાધાન એમ છે કે જ્ઞાનીના એ રાગનું બંધન મિથ્યાત્વના બંધની અપેક્ષાએ અત્યંત અલ્પ છે તેથી એને ગૌણ કરીને તેને બંધ નથી એમ કહ્યું છે; કેમકે મુખ્યપણે તો જ્ઞાનમાં રાગના એકત્વરૂપ મિથ્યાત્વ જ બંધનું કારણ છે.
બીજી રીતે કહીએ તો વ્યવહારરત્નત્રયનો જે રાગ છે એ બંધનું કારણ છે એ અહીં સિદ્ધ નથી કરવું પણ વ્યવહારરત્નત્રયનો જે શુભરાગ-શુભોપયોગ છે તેને આત્મા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com