________________
બહુમુખી પ્રતિભાવંતનું
sonત્ય લેખનકાર્ય
ડૉ. રમણલાલ સી. શાહ ? પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી યશોદેવસૂરીશ્વરજી મહારાજ સાહેબ (પૂર્વનામ મુનિશ્રી યશોવિજયજી)ના પ્રસ્તાવના સંગ્રહ નામના આ ગ્રંથશિરોમણિને આવકારતાં હું અત્યંત હર્ષ અનુભવું છું. પૂજ્ય આચાર્ય મહારાજશ્રીએ પોતાના દીર્ઘ જીવનકાળ દરમિયાન લખેલી ભિન્ન ભિન્ન ગ્રંથોની સિત્તેરથી વધુ પ્રસ્તાવનાઓનો આ સંગ્રહ છે. આઠસો પાનાંનો આ દળદાર ગ્રંથ રૂપરંગાદિ ક્લેવરની દૃષ્ટિએ નૂતન છે, પણ એમાં આપવામાં આવેલી સામગ્રી જૂની પણ મૂલ્યવાન અને સાચવવા જેવી છે, કાળ વીતતાં આ ગ્રંથનું ક્લેવર જૂનું થશે, પણ એમાં આપેલી સત્ત્વશીલ સામગ્રી તો નવા જેવી જ અને મૂલ્યવાન રહેશે.
પૂજ્ય આચાર્ય ભગવંતે આ પુસ્તકની સંક્ષિપ્ત પ્રસ્તાવના લખવાનું મને કહ્યું તે ગમ્યું છે, તે એટલા માટે કે એમનો પહેલવહેલો પરિચય મને પ્રસ્તાવનાના નિમિત્તે જ થયો હતો. તે ઉપાધ્યાય શ્રી યશોવિજયજીના ‘જંબૂસ્વામી રાસ'ના મારા સંપાદન માટે વિ. સં. ૧૯૧૭ (ઇ. ? સન્ ૧૯૬૧)માં એમણે પુરોવચન લખી આપ્યું હતું. એ વર્ષોમાં મહારાજશ્રીએ ‘ઉપાધ્યાય શ્રી યશોવિજય સ્મૃતિગ્રંથ' તૈયાર કર્યો હતો અને શ્રી યશોવિજયજીની કૃતિઓનું સંપાદન-પ્રકાશન તેઓ કરતા અને કરાવતા હતા. વસ્તુતઃ ‘જંબૂસ્વામી રાસ'નું સંપાદનકાર્ય એમની ભલામણથી જ સુરતના શેઠ નગીનભાઈ મંછુભાઈ સાહિત્યોદ્ધાર ફંડ તરફથી મને સોપવામાં આવ્યું હતું અને તે માટે પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે સ્વહસ્તે લખેલી “જંબૂસ્વામી રાસ'ની હસ્તપ્રત એમણે મને મેળવી આપી હતી.
આ ગ્રંથમાં પહેલી પ્રસ્તાવના ઈ. સન્ ૧૯૩૯ની છે અને છેલ્લી પ્રસ્તાવના ઈ. સન ૨૦૦૦ની છે. એકસઠ વર્ષના ગાળામાં, પોતાના સંખ્યાબંધ સ્વતંત્ર ગ્રંથોના લેખન-પ્રકાશનની સાથે, પ્રસ્તાવનાઓનું આટલું બધું વિપુલ લેખનકાર્ય થઈ શક્યું એ પોતાનાં આરાધ્ય દેવીઓમાતા સરસ્વતીદેવી અને માતા પદ્માવતીદેવીની કૃપા વગર ન થઈ શકે. જીવનની ઉત્તરાવસ્થામાં
શક્તિઓ જ્યારે ક્ષીણ થવા લાગે ત્યારે તો આશ્ચર્ય થાય કે આટલું બધું લેખનકાર્ય શું પોતે * કર્યું હશે! આજે એવું લખવું હોય તો ન લખાય. પૂજ્ય આચાર્ય ભગવંતને બાલ્યવયમાં દીક્ષા { લીધી ત્યારથી જ એમના ગુરુ ભગવંતો પ. પૂ. આ. શ્રી મોહનસૂરીશ્વરજી મ., પ. પૂ. આ.
શ્રી પ્રતાપસૂરીશ્વરજી મ. અને પ. પૂ. આ. શ્રી ધર્મસૂરીશ્વરજી મ.ની સતત કૃપા મળતાં રડી , હતી. એથી જ એમની બહુમુખી પ્રતિભાનું યશોવલ ઘડતર થયું હતું.
પૂ. આચાર્યશ્રીજીની પ્રતિભા બહુમુખી છે. એમની બહુશ્રુતતાનાં દર્શન જેમ એમના ગ્રંથોમાં