________________
શ્રદ્ધા છે કે તેવી જ રીતે આ પ્રસ્તાવના સંગ્રહ ગ્રન્થ પણ તેટલો જ અથવા તેથી વિશેષ આદર પામશે.
હાલમાં (વિ. સં. ૨૦૬૧) પૂજ્યશ્રીને જીવનનું નેવુમું વર્ષ તથા સંયમજીવનનું ૭૫મું વર્ષ ચાલી રહ્યું છે. તેઓશ્રી તંદુરસ્ત રહી જૈન સમજને હજુ પણ કાંઈને કાંઈ નવું આપતા રહે તેવી શુભકામના-શુભભાવના.
પાંચે ઇન્દ્રિયો અને મન જેમને જૈન શાસનને સમર્પિત કરી દીધા છે તેવા પૂજ્યશ્રી હાલમાં શ્રી મહાવીર ચિત્રસંપુટ જેવા જ ચિત્રમય શ્રી ત્રેવીસ તીર્થંકર, ચિત્રમય સાધુ-સાધ્વી દિનચર્યાનું કાર્ય કરી રહ્યા છે.
નાદુરસ્ત તબીયતને કારણે ધીમી ગતિએ ચાલતું આ કાર્ય ઝડપી ગતિ પકડી જલદીમાં જલદી પૂર્ણતાએ પહોચી જૈન સંઘ સમક્ષ પહોંચે એવી શુભેચ્છા.
પૂજ્યશ્રીએ ૧૮ વરસની ઉંમરે લખેલ ૧૦૦૦ પાનાનાં સંગ્રહણી ગ્રન્થનો ઇંગ્લીશ અનુવાદ થઈ ગયો છે અને તે પણ ટૂંક સમયમાં બહાર પડશે.
એસ. પી. એપાર્ટમેન્ટ વાલકેશ્વર--મુંબઈ-૬
જયભદ્રવિજય
ૐ દેવોને હવે તથાસ્તુ કહેતાં ડર લાગે છે કેમકે આજનો માણસ બે ફૂલ ચઢાવીને આખો બગીચો માંગે છે.
તમારા નામની આગળ ‘સ્વ' લાગે તે પહેલાં સ્વ(આત્મા)ને
ઓળખી લો.
ગુરૂ આપણી તસ્વીર-તકદીર બદલી શકે પણ તાસીર તો આપણે જાતે જ બદલવી પડે.
છે પાણી પણ ડૂબાડતા પહેલાં બે વાર બચવાની તક આપે છે માટે એકવાર તો અવસર આપો.
માણસ ખોટી પ્રશંસા સાંભળી શકે છે. પણ સાચી ટીકા સાંભળી શકતો નથી.
[ ૧૧ ]