________________
-
--
-
*
યુક્તિસંગત દલીલો દ્વારા તૈયાર કરવામાં આવેલ લેખો. આ લેખોના વાંચન દ્વારા બુદ્ધિશાળી, વિચારશીલ અને સત્ય સ્વીકારવાની તૈયારીવાળા એવા ચારેય સંપ્રદાયના સન્માનનીય અગ્રગણ્ય અને આદરણીય સાધુપુરુષોએ એ સવળાં ત્રણ છત્રની ગોઠવણનો સ્વીકાર કર્યો.
સૌથી મોટી આનંદજનક બાબત આ પ્રસંગમાં એ બની કે તપાગચ્છ સંઘનાં સૌથી વિશાળ સમુદાયના પૂજનીય શ્રદ્ધેય ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મ. સા. કે જેમને પૂજ્યશ્રીનાં પાઠવેલ લેખો વાંચીને પ્રત્યુત્તર પાઠવ્યો કે તારા લેખો હું ધ્યાનપૂર્વક બે વખત વાંચી ગયો છું અને તે લખેલ યુક્તિસચોટ પુરાવાઓ સાથે જે ત્રણ છત્રની સવળી
ગોઠવણ બતાવી છે તે બરાબર છે અને તે મેં માન્ય કરી મારી આજ્ઞામાં જેટલા સંઘો છે તે સંઘોમાં ' સવળાં છત્રોની ગોઠવણ (ઉપરથી નીચે મોટું, મોટું, મોટું) કરવાનું કહી દીધું છે. આ વાત ?
વાંચીને પૂજ્યશ્રી તો આનંદવિભોર થઈ ગયા અને કહે કે મહાપુરુષોની કેવી ઉદારતા હોય છે ? કે મારા જેવા નાના સાધુની વાત આવા મહાપુરુષો સ્વીકારી આદર કરે. મહાપુરુષોનો એક એવો છે ગુણ હોય છે કે સત્ય સમજાઈ જાય કે તરત તેનો સ્વીકાર કરી લે.
તેની સાથે સાથે અશોક-આસોપાલવ અંગે અને કેશમીમાંસા અંગેના પ્રશ્નોની પૂજ્યશ્રીએ : સુંદર છણાવટ કરી વિવેચના કરી છે. અશોક અને આસોપાલવ એક નથી અને દીક્ષા લીધા પછી પણ તીર્થકરોના કેશ (વાળ) વધે છે. આ અંગેની વિચારણા-છણાવટ “તીર્થકરોની પ્રશ્નત્રયી” . પુસ્તકમાં પૂજ્યશ્રીએ પૂજય વડીલશ્રીઓના આવેલ અભિપ્રાયો સાથેના પત્રો છાપ્યા છે. આ પુસ્તક જિજ્ઞાસુઓએ તથા વક્તાઓએ ખાસ વાંચવું જોઈએ. આના વાંચન સિવાય અભિપ્રાય આપવો યોગ્ય નહિ રહે.
ચોથી વાત નવપદજીનાં ચિત્રોની-વરસોથી નવપદજીનું ચિત્ર એક સરખું ચાલ્યું આવતું હતું તેમાં પ્રતીક સ્વરૂપ પાંચ પદો અને ચાર ગુણપદો મૂકી ચિત્ર બનાવાતું. પૂજ્યશ્રીએ આમાં પણ પોતાની બુદ્ધિ ચલાવીને શાસ્ત્રોક્ત રીતે નવપદજીનું એક નવું ચિત્ર તૈયાર કરાવરાવ્યું. તેમાં : અરિહંતપદ અશોકવૃક્ષ વગેરે અષ્ટમહાપ્રાતિહાર્યો સાથે સિદ્ધપદ લાલ કલરમાં, આચાર્ય પદ, ઉપાધ્યાય પદ, સાધુ પદ એની જે મુદ્રાઓ જોઈએ તે મુજબ સુંદર ચિત્ર તૈયાર કરાવરાવ્યું. આ ચિત્ર જૈ જૈ પૂજ્યશ્રીઓને બતાવ્યું તે સૌ આનંદમિશ્રિત અવાજમાં પૂજ્યશ્રીઓ કહે કે યશોવિજયજી તમને આવો વિચાર કેવી રીતે આવ્યો? કેવું સચોટ ચિત્ર, ખરેખર! ચિત્ર રાખી આરાધના કરવી છે. હોય તો આ ચિત્ર સામે જ કરાય.
પ્રસંગોપાત આ ચિત્ર પિંડવાડા મુકામે જન્મેલા પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી પ્રેમસૂરીશ્વરજી મ. સા.ને પંડિત શ્રી ધીરજલાલ ટોકરશી શાહે બતાવ્યું તો તેઓશ્રીએ તો કહ્યું કે ધીરુભાઈ છે યશોવિજયજીને તમે કહેજો કે તે નવું ચિત્ર બનાવરાવી દે. આ ચિત્રે હું રાખી લઉં છું. એ આવું અદ્ભુત, આબેહૂબ, શાસ્ત્રોક્ત નવપદજીનું ચિત્ર મેં કયારેય જોયું નથી વગેરે વગેરે. તે યશોવિજયજીને મારા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ કહેજો. તે જૈન સમાજને કાંઈને કાંઈ નવું આપ્યા . જ કરે છે.
આવી રીતે લખાણો દ્વારા, ચિત્રો દ્વારા, રચનાઓ દ્વારા, મૂર્તિઓ દ્વારા પૂજ્યશ્રી જૈન સમાજને