Book Title: Prasannatana Pushpo
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 7
________________ સેના એને જોઈએ, જેને કોઈ શત્રુ હોય ! ભગવાન બુદ્ધના સમકાલીન અને ચીન, કોરિયા અને જાપાનની સંસ્કૃતિ પર પ્રગાઢ પ્રભાવ પાડનાર કયૂશિયસ માનવતાના સાચા હિમાયતી હતા. વ્યક્તિ નીતિમાન બને અને વ્યવસ્થિત સમાજનું નિર્માણ થાય તે માટે નિયમપાલન અને શિષ્ટાચારપાલનનો તેઓ કડક આગ્રહ રાખતા. ‘યથા રાજા તથા પ્રજા ' એ સૂત્રમાં શ્રદ્ધા ધરાવનાર કયૂશિયસે પ્રજાના માર્ગદર્શક એવા રાજાઓ માટે પણ કડક શિસ્તનો ઉપદેશ આપ્યો. મહાત્મા કફ્યુશિયસ એક વાર વૃક્ષ નીચે બેસીને શિષ્યોને ઉપદેશ આપતા હતા. એવામાં નજીકમાંથી સમ્રાટની સવારી પસાર થઈ અને ખુદ સમ્રાટ આ દૃશ્ય જોઈને થંભી ગયા. એમણે કફ્યુશિયસને પૂછયું, “કોણ છો તમે ? શી પદવી ધરાવો છો તમે ?'' કયૂશિયસે કહ્યું, “હું સમ્રાટ છું.” તમે અને સમ્રાટ ! ઘનઘોર જંગલમાં વૃક્ષ નીચે સમૃદ્ધિ કે વૈભવ વિનાના તમે બેઠા છો અને પોતાની જાતને સમ્રાટ તરીકે ઓળખાવો છો ?” આ સાંભળીને કફ્યુશિયસે પૂછવું, “આપ કોણ છો ? જરા પરિચય આપશો ?” સમ્રાટ કફ્યુશિયસના આ પ્રશ્નને પામી શક્યા નહીં. એમને એમ હતું કે પોતાની સાથેની વિશાળ સેનાને જોઈને જ પ્રસન્નતાનાં પુષ્પો 1

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 82