________________
આવું કામ નહીં કરું, મારે થયેલે અપરાધ ક્ષમા કરે. અમૃત સમાન વચન કહેવાથી શાંત થયેલી સત્યભામા બેલી કે તમારી પ્રિયા મને બતાવે, કે જેણે પ્રેમપાસથી તમને વાનરની પેઠે બાંધી લીધા છે. ણે કહ્યું કે શુભ દિવસ જોઈ રુકિમણી આગળ તારા ચરણમાં પ્રણામ કરાવીશ. આમ આનંદ કરી કૃષ્ણ રુકિમણીને ઘેર આવ્યા અને સર્વ હકીકત કહી બતાવી ત્યારે એક બીજાના હાથમાં તાલિકા વગાડી હસવા લાગ્યા.
સત્યભામાની ફરીથી પણ ઠેકડી કરવી એમ વિચારી કૃષ્ણ રુકિમણુને કહ્યું કે તું શ્વેત વસ્ત્ર પહેરી દિવ્ય અલંકારે પહેરી વનમાં રહેલી લક્ષ્મીના મંદિરમાં જા, હું પાછળથી આવું છું. એમ કહી રૂકિમણીને આગળથી મેકલી કૃષ્ણ પાછળથી ગયા. લક્ષ્મીના મંદિરની અંદર જ્યાં લક્ષ્મીની પ્રતિમા હતી તેની આગળ રૂકિમણીને પ્રતિમાને આકારે ઉભી રાખી કૃષ્ણ શિખામણ આપી કે સત્યભામા આવી
જ્યાં સુધી દર્શન કરે ત્યાં સુધી જરાપણ અંગ હલાવીશ નહિ તથા એક મટકું પણ મારીશ નહિ, બરાબર પ્રતિમા સદશ થઈ ઉભી રહેજે.
આમ કરીને કૃષ્ણ સત્યભામાને જઈ કહ્યું કે તારી નાની બેન જેવી હોય તો ચાલ તને વનમાં બતાવું; આમ કહેવાથી હર્ષ પામેલી સત્યભામાં સ્નાન કરી અનેક જાતના વસ્ત્રો તથા અલંકારે પહેરી કેટલીક સખીઓને સાથે લઈ રથમાં બેસી વનમાં આવી પહોંચી. ત્યારે કૃષ્ણ કહ્યું કે તું સ્નાનાદિક કરી સામી રહેલી લક્ષ્મીની મૂર્તિની પૂજા કર,