________________
હકીકત છે કભીને બળજણે જોઇ શકે
આવ્યું. વેદભ તે સુરત કીડાથી શ્રમિત થયેલી અને આખી રાત્રીને ઉજાગરે થયેલે તેથી સુખેથી શયામાં સુઈ ગઈ અને અઘોર નિદ્રાધીન થઈ પ્રભાત થયું તે પણ તે જાગી નહીં, ત્યારે તેની ધાવ ઉઠાડવા સારૂ તેની આગળ આવી, ત્યાં કંકણદિક વૈવાહિક ચિન્હ જોવામાં આવ્યાં. આ એક અજાયબ દેખી મનમાં ભય પામતી તે ધાવે તેણીની જનનીની આગળ જઈ સર્વ હકીકત કહી જણાવી. તે માતાએ, સુઈને ઉઠેલા રૂકિમ રાજાને આ વાત જણાવી ત્યારે રાજા રાણું બેઉ જણે ત્યાં જઈ વિવાહ લક્ષણે જોઈ ભ્રમિત બની ગયાં. ત્યાર બાદ વૈદભને બળાત્કારથી જગાડી બેઉ જણ સર્વ હકીકત પૂછવા લાગ્યાં, પણ તે તે પિતાના પતિની શિખામણ પ્રમાણે મૂંગી હોય તેમ મૌન જ રહી. તેણના માતાપિતાએ ઘણુ રીતે પૂછયું પણ હા કે ના કંઈ બોલી જ નહીં. તેથી અત્યંત ગુસ્સે થયેલે રૂકિમ રાજા પિતાના મનમાં આમ વિચાર કરે છે કે, “અરે ! આ મારી યુવાન પુત્રી મેં અત્યાર સુધી કોઈને પણ આપી નથી છતાં કોઈક પુરૂષ આવી તેને ભેગવી ગયેલ છે તેથી આવું નિંદ્ય કાર્ય કરનારી મહા અધમ આ પુત્રી મારા કુળમાં કલંક લગાડનારી નીવડી, માટે હવે તે આને તે બે ચાંડાલેને વરદાનમાં આપી દેવી તે જ ઉચિત છે તેમ કરવાથી તેઓને આપેલું મારું વચન પણ મળશે.” આમ વિચાર કરી રાજાએ એકદમ અનુચરેને મોકલી તે બેઉ ચાંડાલને લાવ્યા. હાજર થયેલા બે ચાંડાલને કહ્યું કે, “હું તમને આ મારી કન્યા આપું છું. તેને લઈ તમે તે સ્થળે જાઓ કે જ્યાં
પતિની