________________
૨૪૬
શુભાશુભ કર્મને ઉપભોગ પિતાને જ અવશ્ય કરવું પડે છે, કઈ પણ તેમાં ભાગ પડાવતું નથી. જ્યારે દુર્યોધન રાજા વિપત્તિમાં આવી પડ્યો ત્યારે અનાથ કૌરવ સેના હિરણ્યનાભ સેનાપતિના શરણે ગઈ. અંગ દેશને રાજ કર્યું અને કૌરવેશ દુર્યોધન એ બે નષ્ટ થયા એટલે કૌરવ સેના અંધ બની ગઈ ખરેખર કૌરવ સેનાના એ વામ દક્ષિણ નેત્ર હતા.
ત્યાર પછી કૌરવને સેનાપતિ હિરણ્યનાભ રણભૂમિ પર આવ્યો, તથા યાદવ સેનાપતિ અનાધૃષ્ણિ તેની સન્મુખ આવી ખડે થયે. જેમ પૂર્ણિમાના ચંદ્રને નક્ષત્રે તથા ગ્ર વીંટી લે છે તેમજ પાંડવોએ તથા યદુઓએ આવી કૌરવ સેનાપતિને ઘેરી લીધું. તે સમયે કોધ પામેલા હિરણ્યનાભે યદુઓ ઉપર બાણે વરસાવ્યાં, જેથી યાદ ત્રાસ પામી ભાગી છુટયા ત્યારે સમુદ્રવિજ્યનો પુત્ર જયસેન યુદ્ધમાં અગ્રેસર થયે; તેને જોઈ હિરણ્યનાભ કહે છે કે, “અરે દુર્મતિ જયસેન ! નાહક તું મૃત્યુ પામી તારા પિતા સમુદ્ર વિજયને દુઃખમાં શા માટે નાંખે છે? તારા સિવાય બીજા યાદ પણ ઘણા શૂરવીર છે તે તું તારા પ્રાણ બચાવી અહીંથી ખસી જા, નાહક તું મરવા ઈચ્છ નહિ.” આવાં વચન સાંભળી જયસેન કહે છે કે, “અરે! મૂર્ખની પેઠે બડાઈ શું કરે છે? બળ હોય તો બતાવી દે;” આમ કહીને સમુદ્રવિજયના પુત્ર જયસેને હિરણ્યનાભ સેનાપતિ સાથે સંગ્રામ શરૂ કર્યું. યુદ્ધ કરતાં કરતાં જયસેને બાણ વર્ષણથી હિરણ્યનાભના રથને ચૂરેચૂરે કરી નાંખે તથા તેના