________________
૩૦૭
પદ્મને આવેલે જઈ કૃણે હસતાં હસતાં કહ્યું, “હે પાંડવો ! જાઓ, આ પદ્મ રાજાની સાથે યુદ્ધ કરો. જો તમે અહીં ન હતું તે હું એકલો તેને હણી નાંખત. પાંડેએ કહ્યું, કૃષ્ણ, આ વખત તો અમારૂં યુદ્ધ તમે સભ્ય થઈને જુઓ, અમે યુદ્ધ કરીશું.” પછી પાંડ ચાલ્યા. તેમણે પ્રતિજ્ઞા કરી કે, કાં તે પ નહીં અને કાં તો અમે નહીં.” પછી તેઓ પદ્મના સૈન્યની સાથે આવી મળ્યા અને ગર્વથી યુદ્ધ કરવા લાગ્યા. બાણબાણ અને ખગ્ગાનગી ચિરકાલ યુદ્ધ કરતા એવા તે પાંડવો બળવાન હતા તે પણ પદના બળવાન સામંતેએ તેમને હરાવી દીધા. તેઓ પછી નાસીને કૃષ્ણનાં શરણે આવ્યા અને, “અમારી રક્ષા કરે,” એમ બોલતા કૃષ્ણની પાસે બેઠા. કૃણે કહ્યું, “મેં પહેલેથી જ જાણ્યું હતું કે, આ પાંડવે પદ્મ રાજાનાં એવાં વચનથી જલદી દોડ્યા છે, પણ તેઓ પરાભવ પામી પાછા આવશે. હવે તમે ઉભા રહે. મારા રથના રક્ષક થઈ મારૂં બળ જુઓ. પછી હું જ રાજા છું અને પ મારે દાસ છે.” એમ કહેતા કૃષ્ણ ચાલ્યા અને બળવાન વીરે પાંચજન્ય શંખને નાદ કર્યો. તે નાદ સાંભળી તેને નહીં સહન કરનારા પવના બળને ત્રીજો ભાગ તૂટી ગયા. પછી કૃષ્ણ શાંગ ધનુષ્યને પણછ ઉપર ચડાવી ટંકારના શબ્દોથી બધી દિશાઓને બહેરી કરવા લાગ્યા. ધનુષ્યના ટંકાર સાંભળી પવનથી ફેતરાના ઢગલાની જેમ અને અગ્નિથી પારાની જેમ પદ્મના બળને વધુ ત્રીજો ભાગ નાશ પામી ગયો. પછી રતિને નહિ સહન કરનારી નવોઢા સ્ત્રી જેમ પતિની પાસેથી પિતાને ઘેર ચાલી જાય