________________
ઉ૧૪
તેમને જોઈ કૃષ્ણની વીરમાતા હર્ષિત થઈ દાન આપવાને બેઠી થઈ. તેણએ સિંહ કેશરીઆ લાડુઓથી બંનેને ભક્તિ પૂર્વક પ્રતિલાભિત કર્યા. બંને મુનિઓ ધર્મલાભ આપી ત્યાંથી ચાલ્યા ગયા. તે પછી અજિતસેન અને નિહતશત્રુ નામે બીજી મુનિની જોડ ત્યાં વહોરવા આવી. તેઓની કાંતિ પણ જળવાલા મેઘના જેવી શ્યામ હતી. દેવકીએ તેમને પણ પ્રેમથી વંદના કરી પ્રતિલાભિત કર્યા પછી તેઓ ચાલ્યા ગયા. તે પછી દેવયશા અને શત્રુસેન નામે સાધુની ત્રીજી જેડ આવી તેમને પણ ભક્તિથી વંદના કરી સિંહકેશરીઆ લાડુથી પ્રતિલાભિત કર્યા. જ્યારે એક સરખા તે સાધુઓને જોયા એટલે દેવકીએ તેમને અંજલિ જેડી પૂછયું, “શું તમે વારંવાર દિમૂઢ થઈ પારણાને માટે અહીં ઘેર જ આવો છો ? અથવા સરખા દર્શન થવાથી મને મેહ થયે છે, અથવા સમૃદ્ધિથી સ્વર્ગપુરી જેવી આ દ્વારિકાનગરીમાં શું સાધુઓને બીજે ભાત પાણી નહિ મળતાં હોય? આ પ્રમાણે દેવકીનું મનરૂપી બાળક સંશયરૂપ હીંચકામાં ખેલવા લાગ્યું. તે સાંભળી બંને મુનિઓ બેલ્યા, હે શુભે, અમને દિમેહ થયે નથી, પણ તને જ મેહ થયે છે, કારણ કે, અમે જે આવીએ છીએ તે બધા સરખા જ છીએ. અમે છીએ ભદ્દિલપુરના રહેવાસી સુલસા અને નાગના પરસ્પર પ્રેમ કરનારા સહેદર પુત્રો છીએ. ત્યાં શ્રી નેમિનાથ પ્રભુ આવ્યા હતા, તેમની પાસે ધર્મ સાંભળી પરમ વૈરાગ્યને પામી ચારિત્ર લઈ તપસ્યા કરનારા છીએ. હે શ્રેષ્ઠ માનવાલી શ્રાવિકા, તે પછી અમે પ્રભુની