Book Title: Pradyumna Charitra
Author(s): Ratnachandragani, Charitravijay, Ashokchandrasuri
Publisher: Kirti Prakashan

View full book text
Previous | Next

Page 351
________________ ૩૪૨ બુઝાવવામાં જળ જેવી અને અમૃતના પ્રવાહને વર્ષની એવી વાણીથી તેમણે દ્વૈપાયન તાપસને શાંત કરવા માંડ્યો. તેમણે કહ્યું, “હે મહર્ષિ, ઇંધ કરે નહિ. આ ક્રોધ અગ્નિથી પણ અધિક દુઃખદાયક છે, કારણ કે કે માણસને ભવાંતરમાં પણ ચિરકાલ દુઃખદાયી થાય છે. તેથી સર્વ પ્રાણીઓને ક્રોધ કરે એગ્ય જ નથી. હે મહા મુનિ, આ મદન્મત્ત એવા મૂખ કુમારેએ તમને જે આ પરીષહ કર્યો છે, તે ક્ષમા કરે. ગાયના દૂધમાં સૌવીર નાંખવાની જેમ, તમે કરેલું આ મેટું તપ નિયાણુથી વૃથા કરવું ઘટિત નથી.” કૃષ્ણનાં આવાં વચન સાંભળી કૈપાયન બે, “બસ થયું, હવે તમારે વચન બોલવાની જરૂર નથી. તમારા કુમારે એ જ્યારે મને નિર્દયતાથી માર્યો, ત્યારે મેં નિયાણું બાંધી દીધું છે. મારે આ દ્વારિકા નગરી લેક સહિત ભસ્મ કરી દેવી છે. માત્ર તમને બેને જ છોડ્યા છે. આ વિષે મારે નિશ્ચય છે.” તે વખતે પુનઃ તેને વિજ્ઞપ્તિ કરવા ઉત્સુક થયેલા કૃષ્ણને બલભદ્ર વાર્યા અને કહ્યું કે, “કોધથી વિહલ થયેલા આવા લોકો કદી સમજતા નથી. જેમનાં પગ, નાક અને હાથ વાંકા હેય, હઠ તથા દાંત જાડા હોય, બીલાડાના જેવી આંખ હોય, અને પીળા કેશવાળા હોય તેઓ કદી પણ ક્રોધની શાંતિને પામતા નથી. તેથી જેનું ચિત્ત મિથ્યાત્વથી ગ્રસ્ત થયું છે એવા આ તાપસની આગળ તમારા જેવા મેટા પુરૂષોએ દીન વચને ન બેલવાં જોઈએ.” આ પ્રમાણે બલભદ્રે કહ્યું, એટલે કૃષ્ણ ભવિતવ્યતાનું ચિંતવન કરતા બલભદ્રને લઈ દ્વારિકામાં પિતાને ઘેર ગયા.

Loading...

Page Navigation
1 ... 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386