Book Title: Pradyumna Charitra
Author(s): Ratnachandragani, Charitravijay, Ashokchandrasuri
Publisher: Kirti Prakashan

View full book text
Previous | Next

Page 380
________________ કૃષ્ણની આઠ પટ્ટરાણીઓ, નેમિનાથના બંધુઓ અને રાજીમતી વિગેરે ઉત્તમ કેવલજ્ઞાનને પ્રાપ્ત થયા. શ્રી શિવાદેવના પુત્ર નેમિનાથ પ્રભુ મેક્ષે ગયા પછી પ્રદ્યુમ્ન મુનિ શાંબ વિગેરે કુમારથી પરિવૃત થઈ રહેતા હતા. કૃપાધારી, ક્ષમાપાત્ર અને મેટા મનવાલા પ્રદ્યુમ્ન મુનિ માસક્ષમણ, અર્ધમાસક્ષમણ, વિગેરે ઘણું તપ કરતા હતા. છેવટે ઘાતિ કર્મને ક્ષય થવાથી તેમને ઉજવલ કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. કારણ કે, તપસ્યા કર્યા વિના કોઈ પણ કેવલજ્ઞાન પામતું નથી. શાંબ વિગેરે મુનિઓએ પણ તેવી રીતે ઉત્તલ કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. મેક્ષના સાધનને તે એક જ માર્ગ છે. પ્રદ્યુમ્ન મુનિએ કેવલજ્ઞાન પ્રાપ્ત કરી પૃથ્વી પર વિહાર કરી અમૃત જેવી મધુર વાણથી ભવ્ય પ્રાણીઓને બોધ કર્યો હતો. સદ્દબુદ્ધિવાલા તે પ્રદ્યુમ્ન મુનિ જાણે પૃથ્વી ઉપર જિતેંદ્રના ધર્મનું બીજ વાવવાની ઈચ્છા ધરાવતા હોય, તેમ તેઓએ આર્ય તથા અનાર્ય દેશોમાં પણ ચિરકાલ વિહાર કયે. કારણ કે, સૂર્યની જેમ સાધુની ગતિ (ગમન) પરેપકારને અથે જ છે, તેમ મેઘની જેમ સાધુને પણ એક વર્ષણ થાય છે. મુનિચર્યાથી વિહાર કરતા મુનિ પિતાનું શેષ આયુષ્ય માની તીર્થોમાં ઉત્તમ તીર્થ એવા શત્રુંજયગિરિ ઉપર આવ્યા. ત્યાં શુદ્ધ બુદ્ધિવાલા અને મહાન સમાધિવાલા પ્રદ્યુમ્ન મુનિએ અનેક યતિઓની સાથે અનશન કર્યું. શુકલધ્યાનને થતા તે મુનિએ આયુષ વિગેરે ચાર કર્મનું * મેઘ ગે એટલે જળની વૃષ્ટિ કરે છે અને સાધુ ગે એટલે વાણની વૃષ્ટિ કરે છે.

Loading...

Page Navigation
1 ... 378 379 380 381 382 383 384 385 386