Book Title: Pradyumna Charitra
Author(s): Ratnachandragani, Charitravijay, Ashokchandrasuri
Publisher: Kirti Prakashan

View full book text
Previous | Next

Page 379
________________ ૩૯૦ હવે શ્રી નેમિનાથ પ્રભુ અનેક દેશમાં વિહાર કરી પેાતાના નિર્વાણુના અવસર જાણી રૈવતક-ગિરનાર પર્વત ઉપર આવ્યા. ત્યાં દેવતાઓએ માટી ભક્તિથી ત્રણ કિલ્લાથી પ્રકાશમાન એવું તેમનું છેલ્લું સમવસરણ રચ્યું. આ વખતે પાંચ પાંડવાના સાંભળવામાં આવ્યુ કે, શ્રી નેમિનાથ પ્રભુ ગિરનાર ઉપર આવ્યા છે, એટલે તેએ તેમને વાંઢવાને ઉત્સુક મનવાલા થયા. પછી ગુરૂની રજા માગી એટલે ગુરૂએ આજ્ઞા આપી. તેથી હૃદયમાં હર્ષ પામતાં તે પાંચે પાંડવ મુનિએ માસક્ષમણુના પારણાવાલા શ્રી નેમિનાથ પ્રભુને વંદન કરવા ચાલ્યા. ઘણા દેશોને, શહેરાને અને ગામાને છાડતા છેડતા તેઓ સૌરાષ્ટ્ર દેશનું આભૂષણ રૂપ એવાં હસ્તપ નગરમાં આવ્યા. આ નગરથી વતગિરિ ખાર ચેાજન છે તેથી નેમિનાથને વંદના કરી આપણે માસક્ષમણનું પારણ' કરીએ,' એવું ચિંતવી તે મહાશયેા કાયાત્સગ કરી તે નગરમાં રાત્રિ વાસ રહ્યા. પ્રાતઃકાળે જેવામાં તેએ ુ થી ચાલવાને ઉપક્રમ કરતા હતા, તેવામાં લેાકેાના મુખથી સાંભળ્યુ કે, આષાઢ માસની શુકલ અષ્ટમીએ ચંદ્ર ચિત્રા નક્ષત્રમાં આવતાં શ્રી નેમિનાથ પ્રભુ રૈવતાચલ પર્યંત ઉપર નિર્વાણુ પામી ગયા.’ આ ખબર સાંભળી જેમને ગાઢ દુઃખ ઉત્પન્ન થયું છે, એવા તે પાંડવ મુનિએ આહાર કર્યાં વગર ત્યાંથી ચાલી નીકળ્યા અને સિદ્ધાચલમાં આવ્યા. ત્યાં શ્રી રૂષભદેવને પ્રણામ કરી તેમણે અનશન વ્રત ગ્રહણ કર્યું. પછી કેવલજ્ઞાન પ્રાપ્ત કરી તેઓ મહાનદ પદ-માક્ષને પ્રાપ્ત થયા.

Loading...

Page Navigation
1 ... 377 378 379 380 381 382 383 384 385 386