________________
सर्गः १६ मो પ્રદ્યુમ્ન અને શાંબ વિગેરે કુમારેની દીક્ષા, દ્વારિકા નગરીનું દહન અને કૃષ્ણને અવસાન કાળ.
એક વખતે શ્રી નેમિનાથ પ્રભુની દેશના સમાપ્ત થયા પછી વિનય અને હર્ષથી યુક્ત એવા કૃષ્ણ અંજલિ જેડી પ્રભુને પૂછયું, “હે સ્વામી, અનેક રત્નોને સેવનારી આ દ્વારિકા નગરીને કોઈ વાર ક્ષય છે કે નહીં? અથવા તે તે મેરૂ પર્વતની જેમ ધ્રુવ છે? અને સર્વ સ્થળે વિજય મેળવનારા એવા મારા આયુષ્યને ક્ષય છે કે નહિ? જે ક્ષય હોય તે તે શા નિમિત્તે છે? તે કૃપા કરી કહે.” આ પ્રમાણે કૃષ્ણના પૂછવાથી શ્રી નેમિનાથ બોલ્યા, “હે કૃષ્ણ રાજા, તમારા જેવા ડાહ્યા માણસને તેમાં શે મેહ છે? જે વસ્તુ ઉત્પન્ન થઈ તેને અવશ્ય નાશ થવાને જ. દરેક ઉત્પન્ન થયેલ વસ્તુ નાશવંત છે. તમારી આ દ્વારિકાને અને તમારે બંનેને ક્ષય થવાને છે. તેને ક્ષયનું નિમિત્ત કેવી રીતે છે, તે મૂળથી સાંભળે.”
શૌર્યપુરમાં બહાર આશ્રય કરી રહેલ પરાશર નામે એક તાપસ છે, તે બધા તાપમાં વિખ્યાત છે. એક વખતે તે તાપસ કામાતુર થયેલે નીચ કુળમાં ઉત્પન્ન થયેલી કઈ કન્યાને લઈ યમુના દ્વિીપમાં ગયે. કામથી ઉદ્ધત એવા તે તાપસે તે દ્વીપને આશ્રય લઈ તે કન્યાની સાથે વિષય સેવન કર્યું. તેમાંથી તેને એક પુત્ર થયા. તેનું કૈપાયન એવું નામ પાડ્યું. તૈપાયન મહાન બાળ તપસ્વી છે, તે આ ગિરનાર