________________
૩૨૯
કૃષ્ણ બોલ્યો, “અરે મૂર્ખ, મેં તને તે પુત્રી કાંઈ પૂજા કરવા માટે આપી નથી. સત્વર જા અને તેની પાસે ઘરનાં કામ કરાવ. જે તું તેમ નહિ કરે તે તને મારીશ.” કૃષ્ણનાં આવાં વચન સાંભળી વિરક ઘેર ગયે અને હાથમાં લાકડી લઈ ભ્રકુટી ચડાવી કેતુમંજરી પ્રત્યે બોલ્યો, “અરે રડે, બેઠી થા, આ કેમલ તણાઈ વાલા પલંગ ઉપર શું બેઠી છે ? આ ભાણ લે અને આ વસ્ત્ર ધંઈ આવ.” કે,મંજરીએ કહ્યું, “શું હું કૃષ્ણની પુત્રી તારે ઘેર કામ કરૂં?” તેણીએ એ પ્રમાણે કહ્યું એટલે વીરક લાકડી લઈને તેને નિ દુરપણે તાડન કરવા લાગે. પછી કેતુમંજરી રેતી અને પિકાર કરતી પિતાની પાસે ગઈ કૃણે કહ્યું, “સુતા, તે તારી પોતાની મેળે જ દાસીપણું સ્વીકાર કરેલું છે. તે બેલી, પિતા, હું દાસીપણું નહિ કરું, તમે સ્વામીપણું આપો.” પછી કૃષ્ણ પ્રભુની પાસે તેણીને દીક્ષા અપાવી.
એક વખતે કૃષ્ણ મટી ભક્તિથી સર્વ રાજાઓની સાથે સર્વ સાધુઓને દ્વાદશાવત્ત વંદન કર્યું. બીજા રાજાઓએ પણ કેટલાકને વંદના કરી. તે વખતે બધાએ વંદના કરતાં થાકી ગયા; માત્ર એક વીરકને થાક લાગે નહિ. તે વીરકની સાથે સર્વ સાધુઓને વંદના કરી સંગ્રામ કર્મમાં પ્રવીણ એવા કૃષ્ણ પ્રભુને કહ્યું, “સ્વામી, મેં ઘણું ભયંકર સંગ્રામે કર્યા છે, તેમાં પણ કદી નહિ થાકેલે હું આજે સર્વ સાધુઓને વંદના કરતાં થાકી ગયે છું.” પ્રભુ બોલ્યા, “હે મહામતિ કૃષ્ણ, આ વખતે વંદના કરતાં તમે જે શુભ કર્મ સંપાદન કર્યું છે, તે તમે સાંભળે. તમે ક્ષાયિક