________________
આસન ઉપર બેસાડી કોમલ વસ્ત્રથી તેમનાં અંગ લૂછયા. પછી સત્યભામાએ આવી પ્રભુના સર્વ અંગને નિર્જલ કરી સ્ત્રી સ્વભાવને લઈ લજજા અને હાસ્ય કરતાં કરતાં યક્ષ કર્દમ વડે અંગરાગ કર્યો. કેઈસુંદરીએ નેમિના કંઠમાં હાર પહેરાવ્યો, કોઈએ તેમના મસ્તક ઉપર સૂર્યના જેવો મુગટ ધરાવ્યો. કોઈએ તેમના લલાટ ઉપર પૂર્ણ ચંદ્રના મદને ઉતારનારૂં તિલક કર્યું. કેઈએ તેમના કાનમાં પુષ્પદંતને અનુસરનારા બે કુંડલ પહેરાવ્યા. પછી સત્યભામાએ બે હાથ જોડી પ્રભુને કહ્યું, નેમિનાથ, તમે અમારા દીયર છે અને અમે બધી તમારી ભેજઈએ છીએ. અમે બધી મળીને પાણિગ્રહણ કરવાને માટે તમને વિનંતિ કરીએ છીએ. હે સ્વામી, અમારું વચન અંગીકાર કરે અને આ વખતે અમારું માન રાખવું જોઈએ. વળી દીયરજી, તમે વિચાર કરો. પૂર્વે પણ શ્રી હષભદેવ વિગેરે તીર્થકરે જે આ જગતમાં ઉત્તમ થઈ ગયા, તેઓએ પણ પાણિગ્રહણ કર્યું હતું અને તેમને પુત્રો પણ થયા હતા. વળી નીતિશાસ્ત્ર એમ કહે છે કે, યૌવનવયમાં સ્ત્રી પરણવી અને વૃદ્ધ વયમાં મુનિની વૃત્તિ રાખવી. બીજા જિનેશ્વરેએ પણ તે પ્રમાણે કરેલું છે. શું તમે કઈ નવા જિન છે કે જે યૌવન વયમાંથી જ સ્ત્રીને ત્યાગ કરે છે? ચાલતા માર્ગ છોડી ઉન્માગે કે જાય? ભ્રાતૃ પત્નીઓ આવાં વચનો કહેતી તો પણ નેમિનાથ તેને કાંઈ પણ ઉત્તર આપતા ન હતા. તથાપિ કૃષ્ણની રમણીઓ તેમની આગળ ન ન ભાવ અને નવે નવ શૃંગાર કરતી હતી. પછી રુકિમણુએ
અને ન થના રમણીએ છે પણ ઉત્તર એ વચન કહેતા