________________
૧૮૧
સુધી તે વાત કબુલ કરી ન હોય, ત્યાં સુધી બધું આકાશમાં ચિત્ર કરવા જેવું નકામુ છે. હવે જળને મથન કરવા જેવુ... આ બધુ છોડી દઈ તે પ્રભુને પગમાં પડી કહેા તે વખતે કદાચ તે કબુલ કરે. પૂજ્ય નેમિનાથની આગળ જેવાં તેવાં વચન ખેલવાં તે ચેાગ્ય ન કહેવાય, કારણ કે, તે વિદ્વાનેાને પ્રણામ કરવા લાયક માનનીય છે,’ પછી બધીએ ઉઠી ને નેમિનાથના ચરણકમલમાં પડી, પ્રભુ દાક્ષિણ્યતાવાલા હૈાવાથી, આવા સંકટમાં હવે શું કરવું? તેવા વિચારમાં પડ્યા. છેવટે તેમણે વિચાયુ કે આ સ્ત્રીએનું વચન મારે વાણીથી માત્ર માન્ય કરવું અને જ્યારે સમય આવે ત્યારે અવસર જોઈ ને આત્મહિત કરવું. આવું વિચારી નેમિ પ્રભુએ તેમનું વચન અંગીકાર કર્યું. તે સાંભળતાં જ મેઘની ગના સાંભળી મયુરીની જેમ તે કૃષ્ણની રમણીએ ઘણા જ હ પામી. પછી બધી ગાતી ગાતી નગરીમાં આવી અને તેમણે કૃષ્ણને અને સમુદ્રવિજયને તે વાત જણાવી. તેઓએ જુદા જુદા માણસાને કન્યા જોઈ લાવવાની આજ્ઞા કરી. તે વખતે સત્યભામાએ કૃષ્ણને કહ્યુ કે, સ્વામી, મારે રાજીમતી નામે એક નાની બહેન છે; તે આપણા નેમિનાથને
સ રીતે લાયક છે.' તે સાંભળી કૃષ્ણ અપરિમિત આનંદને પ્રાપ્ત થયા. વાકય અને ભાજન ખરાખર ચેાગ્ય વખતે જ સારૂ’ લાગે છે. વખત વિના તે અને વિષ સમાન થાય છે. પછી કૃષ્ણે ત્યાંથી ઉઠી ઉતાવળા ઉગ્રસેન રાજાને ઘેર ગયા. નગરની સ્ત્રીઓએ તેમને આદરથી અવલેાકયા. કૃષ્ણે ઘેર આવ્યા, તે જાણી રાજા ઉગ્રસેન ઘણા ખુશી થયા અને મનમાં