________________
૧૦ર
લાભ ૧ લ
સર્વે અહીંયા જ બેઠા રહે અને હું એકલો જ તેમાં જાઉં છું.” એમ કહી વમુખ જવા માટે તત્પર થયે. ત્યારે દંત પંક્તિની પ્રભાવડે અધરને વિચિત્ર રંગિત કરનારા વદને પ્રદ્યુમ્ન વમુખને કહ્યું કે, “હે ભાઈ! આ કામ તે મને જ સેપે.
વજમુખે કહ્યું, “અનુજ બંધ! ભલે એ કામ તું જ કર, કારણ આપણે બે તે એક જ છીએ. આપણા બેમાં કઈ જાતને અંતર નથી, માટે જે સંપત્તિએ તને મળી તે મને જ મળી છે. હું તે એમ જ સદા માનું છું. માટે જે તારી ઈચ્છા હોય તે ભલે ખુશીથી જા.”
લાભ ૧ લે વિશ્વમાં અદ્દભુત ચરિત્ર કરનાર, ઉદાર દિલ રાખનાર, સાહસિક શિરોમણિ પ્રદ્યુમ્નકુમાર તેઓને છોડી દઈ તેમાં પેઠે; પ્રવેશ કરતાં જ હર્ષને લીધે પ્રદ્યુમ્ન સિંહનાદ કર્યો, તે કિલ્લાને અધિષ્ઠાતા ભુજગાસુર નામે દેવ, હદયને કંપાવી દે તેવા સિંહનાદને સાંભળી કેપને લીધે લાલચેળ નેત્ર કરતો કરતો આવી છે કે, “અરેરે દુષ્ટ ? તું કેણ છે, કે જે તું મારા ઘરમાં આવ્યો. અરે! મૂર્ખ શિરોમણિ ! જેમ યમરાજાના ઘરમાં જવાની ઈચ્છા તથા સર્પના શિરપર રહેલી મણિ લેવાની ઈચ્છા પિતાને જ નાશ કરનારી છે, તેમ મારા ઘરમાં પ્રવેશ કરવાની ઈચ્છા પણ તેવી જ સમજવી. માટે તું અહીંથી જીવતે પાછા જઈશ નહીં.”
આ વચને સાંભળી પ્રદ્યુમ્ન હસીને બે, “જળ વગર વૃથા ગર્જના કરતા શરદ ઋતુના મેઘની પેઠે બળહીન તું વૃથા બકવાદ શા માટે કરે છે, અને જેર હોય તો યુદ્ધ કર.”