________________
૧૪૧
પ્રદ્યુમન કુમાર પ્રાતઃકાલમાં પ્રણામ કરવા પિતાની આગળ આવ્યો. પ્રણામ કરી કર જોડી ઉભે રહ્યો, ત્યારે રાજાએ ! પુત્રને સુધાસમાન મધુર વચને કહ્યું કે, અરે પ્રિય પુત્ર! તારી ? પિતાની માતા અતિ દુઃખી છે એ તને ખબર નહીં હોય, માટે જા, કુશલ સમાચાર પૂછ, અને તેની આસનાવાસના . કર, કે જેથી તારી માતા તારૂં મુખકમલ જોઈ સંતેષ પામે.”
આવાં પિતાનાં વચન સાંભળી વિનયવાન પ્રદ્યુમન કુમાર" હાથ જોડી બોલ્યો કે, “પિતાજી! મારી જનની ગાત છે, એ વિષે મને જરા પણ ખબર નથી. હમણું આપના મુખથી તે વાતની ખબર પડી છે માટે આ પગલે ત્યાં જઈ તે વાતની ખબર પૂછીશ, અને ઉત્તમ વૈદ્યો આગળ તેના બનતા ઉપાયે કરાવી મારી માતાને હમણું જ રેગ રહિત કરીશ. આ વિષે તમારે ક્ષણવાર પણ વિચાર ન કરે, સર્વ સારૂં જ થશે.”
મધુર વચનોથી પિતાને શાંત કરી તેની રજા લઈ કુમાર માતુશ્રીના મહેલમાં ગયે. જઈ માતૃચરણમાં પ્રણામ કરી કુશલ સમાચાર પૂછયા કે, “માતુશ્રી ! આપની તબિયત , કેમ છે? હું તમારી તબિયત ખરાબ સાંભળી આપની ખબર લેવા આપની પાસે આવ્યો છું. કેમ, હવે તે ઠીક છે ને ?” આમ કુશલના સમાચાર પૂછી તેણીની આગળ કુમાર બેઠે. ત્યાં કનકમાલાએ સર્વ પિતાના દાસી વિગેરે પરિવારજનોને દૂર કર્યા અને પોતે બે સિવાય કંઈ પણ માણસ ન રહ્યું ત્યારે કનકમાલા પ્રદ્યુમ્નને દષ્ટાંતપૂર્વક કહે છે, “પ્રિય પ્રદ્યુમ્ન ! સાંભળ, તને એક વાત કહું છું. કેઈ એક પુરૂષ