________________
ખરેખર દુઃસહ પરિણામ આવશે જ. આમ્રવૃક્ષ જેમ જેમ વૃદ્ધિ પામે તેમ તેમ અતિ મધુર થાય છે અને હું તે જેમ જેમ વૃદ્ધ થતું જાઉં છું તેમ તેમ અમ્લ (ખા) થત જાઉં છું. આ કેવું આશ્ચર્ય છે! અરે દેવ! મારી શી ગતિ થશે.”
આમ પશ્ચાતાપ કરતાં કરતાં વૈરાગ્ય દશાને પામેલા મધુરાજાએ કૈતભના પુત્રને રાજ્યાભિષેક કર્યો. એક દિવસે રાજા વિચારમાં બેઠે હતા તે સમયે એક ઉદ્યાનપાલે આવી જણાવ્યું કે, “મહારાજ! આપના ઉદ્યાનમાં વિમલવાહન નામે મુનિ પધારેલા છે માટે આપ તેને વાંદવા પધારો.”
પિતાને અતિ અભીષ્ટ મુનિનું આગમન સાંભળતાંજ જેને રેમ રેમ હર્ષ થયા છે તે મધુરાજા પિતાને વધામણી આપનારા ઉદ્યાનપાલને અમૂલ્ય આભરણ વસ્ત્રાદિક આપી, સંતુષ્ટ કરી કૈટભને સાથે લઈ ગાજતે વાજતે ઋષિને વાંદવા ગયે. ત્યાં જઈ સવિનય ભક્તિપૂર્વક મુનિને વાંદી ધર્મ સાંભળવા ઉત્સુક થયેલે રાજા કર જોડી મુનિની સન્મુખ દષ્ટિ રાખી બેઠે.
હે નારદમુનિ તે સમયે વિમલવાહન નામના ગુરૂરૂપ મેઘે વરસાવેલા ઉપદેશરૂપ જલથી રાજાના હૃદયરૂપ પૃથ્વીમાં ઉપશમરૂ૫ અંકુર પેદા થયે, ભવિષ્ય કાળમાં જે અંકુરમાંથી સદા સ્વાદિષ્ટ તથા મધુર નિવૃત્તિરૂપ ફલ નિપજશે.
અતિ ઉત્તમ ધમ શ્રવણ કરી વૈરાગ્ય રંગથી રંગાયેલા મધુરાજાએ પિતાના કનિષ્ઠ બંધુ કૈટભ સહિત, વિમલવાહન ગુરૂની પાસે ચારિત્ર ગ્રહણ કર્યું હજાર વર્ષ સુધી તપ