________________
સારૂં ઇચ્છતી હો તે જ્યાંથી આ મેરનું બચ્ચું લીધું હોય ત્યાં જઈ આ મેરનાં બચ્ચાંને મૂકી આવ.”
પાડોશી જનોના આમ કહેવાથી તે લક્ષ્મીવતી બ્રાહ્મણ સોળ માસ થયા પછી તરત જ તે મેરના બાલકને પાંજરામાંથી કાઢી જ્યાંથી લીધું હતું ત્યાં જઈ મૂકી આવી. તેની માતા આવી મળી અને અતિ આનંદ પામી પિતાનાં બચ્ચાંને સેવવા લાગી. કારણ કે પિતાના પુત્ર ઉપર કેણ ખુશી ન થાય ?
હે નારદ ! તે બ્રાહ્મણીએ સોળ માસ સુધી માતા પુત્રને દુસહ વિયેગ કરાવવારૂપ સેળ વર્ષનું કર્મ બાંધ્યું હતું માટે તેણીએ આ જન્મમાં પોતાના પુત્રના વિગથી વેઠવા લાયક તે કર્મ અવશ્ય ભેગવવું જ પડશે. શાસ્ત્રમાં કહેલું છે કે,
हसद्भिर्बध्यते कर्म रुदद्भिस्तच्च भुज्यते ॥ यादृशं दीयते दानं तादृशं प्राप्यते खलु ॥१॥ અર્થહસતાં હસતાં જે કર્મ બંધાય છે તે કર્મ રેતાં રતાં ભેગવવું પડે છે અને જેવું દાન આપે તેવું જ ફળ મળે છે.
તે પછી એક દિવસે અતિ ગર્વિષ્ટ થયેલી લક્ષ્મીવતી પત્રરચનાથી ભૂષિત કરેલા પિતાના મુખને નિર્મળ દર્પણમાં જોતી હતી તે સમયે તેને ઘેર ભિક્ષા માટે શાંતિના સમુદ્ર સમાન સમાધિગુમ નામે કષિ આવ્યા. ત્યારે એમદેવ બ્રાહ્મણ ઉઠી ઉલટે સાધુને કહે છે કે, મિક્ષ રદ (ભિક્ષા આપ); તે જ સમયે કઈ શ્રદ્ધાળુ પુરૂષે મુનિને લાવ્યા કે, “મહારાજ ! અમારે ઘેર પધારી લાભ આપ.” આમ