________________
પૂછતે પણ તમને ક્યા ભવમાંથી આ પુરૂષત્વ મળ્યું છે એમ પૂછું છું માટે જે તમને તે સંબંધી જ્ઞાન હોય તે અખિલ નિજ વૃત્તાંત કહી બતાવે.” - આમ પૂછેલી ગતભવ સંબંધી વાતનું જ્ઞાન ન હોવાથી લજજાને લીધે અધમુખ કરી તેઓ મૌનવ્રતને શરણે થયા કારણ કે મિથ્યાષ્ટિ પુરૂષને પૂર્વ ભવનું જ્ઞાન ક્યાંથી જ હોય? તે પછી અવધિજ્ઞાની સત્ય મુનિ બોલ્યા, “હે બ્રાહ્મણ, તમે બંને જણા પૂર્વ ભવમાં આ ગામની સીમમાં કેવળ માંસ ખાઈ પિતાની આજીવિકા ચલાવનારા, એક જ માતાના પુત્ર શિયાળ હતા. કેઈ એક ખેડુતે પિતાના ક્ષેત્રમાં ચર્મ રજજુ મૂકી હતી. વરસાદને લીધે આ થઈ ગયેલી તે ચર્મ રજુ ક્ષુધાતુર થયેલા તે બે શિયાળ આવી ખાઈ ગયા. અતિ આહાર થવાથી તે બે શિયાળ મૃત્યુવશ થઈ આ જ નગરમાં તમે બે ભાઈ રૂપે જમ્યા છે. પ્રાતઃકાલ થતાં તે ખેડુતે ચર્મ રજુ ન દીઠી, ખેડુત ઘણે શેક કરતા કરે ઘેર આવી કેટલેક કાળે મૃત્યુ પામી પિતાના પુત્રને જ ઘેર જ . અનુક્રમે કર્મના ક્ષયથી જાતિ સ્મરણ થયું. તે ખેડુતે મનમાં વિચાર કર્યો કે હાલ જેને ઘેર મારો જન્મ થયે છે તે તે ખરી રીતે મારે પુત્ર થાય છે, તે હું તેને પિતા એ શબ્દથી કેમ બોલાવું તથા હાલ જે માતા થઈ છે તે તો મારા પુત્રની વહુ થાય છે તે તેને માતા એ શબ્દથી કેમ બોલાવાય તથા બીજા સ્વજનાદિકની સાથે પણ પૂર્વ સંબંધથી કેમ વર્તાય? માટે મૌન રહેવું તે જ શ્રેયસ્કર છે એમ વિચારી તે ખેડુત મંગે થયે છે. તમને વાત ઉપર