________________
નામ પાડવામાં ચતુર પુરૂની એક જ સંમતિ હોય છે. તે બાળક, પાર્જીત પુણ્ય પ્રભાવે કરી ત્યાં પણ મહાપૂજાપાત્ર થશે. કારણ કે, રને જ્યાં હોય ત્યાં રત્ન જ કહેવાય છે, પણ બીજા નામથી નથી ઓળખાતા.
હવે શ્રી દ્વારિકામાં શી બીના બની તે વિષે જીજ્ઞાસુ જનનું લક્ષ ખેંચીયે છીયે. થોડો વખત થયા પછી રૂકિંમણે કૃષ્ણને કહે છે કે મહારાજ ! મારે પુત્ર તમે કોને આપે અને તે ક્યાં છે? મને આપે એટલે તેને સ્તનપાન કરાવી નિદ્રા લેવરાવું. કૃષ્ણ બોલ્યા કે હાંસી શું કરે છે? મેં તે તે જ વખતે તારા હાથમાં જ પુત્ર સેંગે હતા. રૂકિમણી બાલી, હવે નાહક મશ્કરી શું કરે છે? આ હાસ્ય કરવાનો વખત છે કે? હાસ્ય તો સમય ઉપર શોભે છે, નહીતર તે હાસ્ય વિષતુલ્ય થઈ પડે છે, માટે હાસ્ય છેડી દે અને મને પુત્ર તરત સેપે.
આમ વાદ કરતાં બન્ને જણાએ ચોતરફ તપાસ કરતાં પુત્ર ન મળે ત્યારે અતિ દુઃખયુક્ત થયાં. રુકિમણું તે તે જ ક્ષણે મૂચ્છ આવવાથી ભૂમિ પર પડી ગઈ. દાસીઓએ તત્કાલ શીત પચાર કર્યો ત્યારે જરા શુદ્ધિમાં આવેલી રુકિમણી લાંબા સવરથી વિલાપ કરે છે કે, અરે મારે પુત્ર
ક્યાં છે? અરે, મને પ્રાણથી પણ અધિક પ્રિય મારે પુત્ર આપ. હે દેવ! તું જગતમાં સત્ પુરૂષ કહેવાય છે તે તે આ શું કર્યું? એક હાથે પુત્રરૂપ માણિક્ય આપી બીજા હાથે ખેંચી લેવું એ કામ તારા જેવા સત્ પુરૂષને કરવું ઘટતું નથી. તું જગતમાં દયાને સમુદ્ર કહેવાય છે છતાં