________________
૧૪
તે પછી ચંદન શ્રીજી મ. વિહાર કરી ત્રણ ઠાણ સાથે સાણંદ ગયા. અત્રે પ્રભાશ્રીજીની તબિયત બગડવાથી સાણંદ રહ્યા. તે ૧૭૩નું ચોમાસું સારું કર્યું. ત્યાંથી વિહાર કરી ખંભાત જતા હતા, પણ રસ્તામાં બાવળા ગામમાં સંઘના આગ્રહથી રોકાયા ત્યાં પ્રભાશ્રીજી કાળધર્મ પામ્યા, ત્યાંથી વિહાર કરી પાલીતાણાની જાત્રા કરી પ્રીતિશ્રીજીની તબિયત ઠીક નહિ હેવાથી ખંભાત પધાર્યા ને ૧૭૪નું માસું ખંભાત થયું. ત્યાં ચારે માસ તપસ્યા કરી. તપસ્યા તે દરરોજ ચાલુ હતી, પણ ચોમાસામાં વિશેષે કરતા હતા.
ત્યાંથી વિહાર કરી ગામેગામ ફરતા ફરતા વતરા -વાડેલ, ગંભીરા, વડોદરા, ડભેઈ, ભરૂચ, ઝઘડીયા, પાલેજ, મીયા કરજન, પાદરા વગેરે ઠેકાણે ફરતા ફરતા ગંભીરા - આવ્યા. ૧૯૭૫નું ચોમાસું થયું. ત્યાંથી વિહાર કરી ગામેગામ ઉપદેશ કરતાં ઉનાવા ગયાને ૧૭૬નું ચોમાસું (ઉનાવા થયું. ત્યાંથી વિહાર કરી આબુજીની પંચતીથી જાત્રા કરીને ફરતાં ફરતાં પાછા ઉનાવા આવ્યા ને ૧૯૭૭નું માસું ઉનાવા કર્યું. ત્યાંથી બિકાનેરવાળા બાબુ ઉદેચંદજીએ મુનિ મહારાજ જગતચંદ્રજી તથા સાગરચંદ્રજીને તથા સાધ્વીજી ચંદનશ્રીજીને વિનતિ પાલીતાણા પધારવાની કરી તેથી બધા પાલીતાણુ ગયા. ત્યાં ચંદન શ્રીજી મ. વષીતપની શરૂઆત કરી. ત્યાંથી વિહાર કરી ધ્રાંગધ્રા તરફ ગયા. ને ૧૯૭૮નું માસું ધ્રાંગધ્રા કર્યું. ત્યાંથી વિહાર કરી