________________
ગામોગામ વિચરતા જુનાગઢ ગયા. ત્યાં સાત જાત્રા કરી. ત્યાંથી વેરાવળ ગયા. ત્યાં સંઘને ઘણે આગ્રહ હતે પણ ગુરૂદેવને પત્ર આવ્યો કે મીઠાબાઈની દીક્ષા લેવાની ભાવના છે તેથી વિહાર કરી ધ્રાંગધ્રા આવ્યા. અહીં મુહર્તાની વાર હતી, તેથી ત્યાંથી વિહાર કરી અમદાવાદ આવ્યા, અને એક બેનની દીક્ષા થઈ. તે રાજશ્રીજી મહારાજના શિષ્યા પદમશ્રીજી તરીકે જાહેર કર્યો. ૧૯૭૦નું માસું અમદાવાદ થયું. , .
ત્યાંથી વિહાર કરી આબુજીની જાત્રા કરી ફરતા ફરતા દલસુખભાઈની વિનંતિથી ખંભાત પધાર્યા. ૧૯૭૧નું માસું ખંભાત થયું. તે સાલમાં અક્ષયનિધિ તપ તથા શહેરજાત્રા ગુરૂદેવે કરાવી તેમાં લાભ લીધે. ત્યાંથી વિહાર કરી અમદાવાદ આવ્યા. ત્યાંથી પ્રભાશ્રીજીની તબિયત બગડવાથી હવાપાણી માટે ગોધાવી ગયા. પણ પૂ. ગુરૂદેવ શ્રી ભ્રાતૃચંદ્રસૂરીશ્વરજીની તબિયત બગડવાથી ચંદન શ્રીજી મહારાજ એકજ દિવસમાં પાછા અમદાવાદ આવ્યા. ત્યાં આચાર્યદેવની તબિયત દિવસે દિવસે બગડતી જોઈને ચંદનશ્રીજી મહારાજ સાહેબજીને કહ્યું કે સો આંબીલ અને પચાસ એકાસણું આપની શાન્તિને માટે કરીશ. એટલું કહ્યા બાદ તેજ રાત્રે દેઢ વાગે તબિયત વધુ બગડી અને આચાર્યદેવ સમાધિપૂર્વક અરિહંતનું ધ્યાન ધરતાં ધરતાં કાળધર્મ પામ્યા. તે પછી શાંતિને માટે શ્રીસંઘે અઠ્ઠઈ મહેચ્છવ, શાંતિસ્નાત્ર, સ્વામીવાત્સલ્ય, વગેરે ઘણે લાભ લીધે. આવી ગુરૂભક્તિ તેઓ હતી.