________________
ત્રીજનું મુહુર્ત આવ્યું એટલે અત્રે દિક્ષાનું કાર્ય પતાવી ત્રીજે દિવસે દેવશ્રીજી મ. તથા સેભાગ્યશ્રીજી મ. તથા મુક્તિશ્રીજી તથા મહદયશ્રીએ વિહાર કર્યો. જગતચંદ્રજી મ. તથા સાગરચંદ્રજી મ. પણ વિહાર કરી ઉનાવા પધાર્યા. ફાગણ સુદ ત્રીજની ચંદનબેન તથા શકરીએન બે બેનપણીઓની દીક્ષા જગતચંદ્રજી મ. તથા સાગરચંદ્રજી મ. સાહેબજીના હસ્તે થઈને મહદયશ્રીની શિષ્યા ચારિત્રશ્રીજી નામ રાખ્યું ને બીજાનું નામ સુનંદાશ્રીજી તે ખાંતીશ્રીની શિષ્યા થયા. પછી ચંદન શ્રીજી મહારાજ ખંભાતથી વિહાર કરી માકુભાઈના સંઘના દર્શન નિમિત્તે અમદાવાદ આવ્યા ને ૧૯૧નું મારું અમદાવાદ થયું. ત્યાં નેણબાઈ કચ્છવાળાને દીક્ષાની ભાવના થઈ. તેમની દીક્ષા થઈ તે દાનશ્રીજીની શિષ્યા નિશ્ચલશ્રીજી નામ જાહેર કર્યું. ૧૯૯૨ તથા ૧૯૩ની સાલનું ચોમાસું અમદાવાદ થયું ચેમાસું ઉતરે દાનશ્રીજી મહારાજે મહારાજના મુખથી શરણ લેતા લેતા કાળધર્મ પામ્યા. ત્યાંથી વિહાર કરી માંડલ પધાર્યા. ત્યાં જાસુદબેન તેમની દીક્ષા થઈને તે ભાગ્યશ્રીજીના શિષ્યા જયશ્રીજી તરીકે પ્રસિદ્ધ કર્યા. ત્યાંથી વિહાર કરી વિરમગામ ગયા ને ૧૯૯૪ની સાલનું માસું માંડલ થયું. ત્યાંથી વિહાર કરી વિરમગામ આવ્યા. ૧૫ની સાલનું ચોમાસું વિરમગામ થયું. ત્યાંથી વિહાર કરી અમદાવાદ આવ્યા કારણકે આચાર્ય મહારાજના કાળધર્મ નિમિત્તે અમદાવાદમાં ઓચ્છવ અને રચનહતી, તેથી