Book Title: Prabuddha Jivan 1990 Year 01 Ank 01 to 12 Author(s): Ramanlal C Shah Publisher: Mumbai Jain Yuvak Sangh View full book textPage 3
________________ તા. ૧૬૧-૧૯૦ પ્રથ૮ જીવન જીવન જીવવાની કલા વર્તમાન જગતમાં બીને દરજજો' એવા ગંભીર વિષય પર ભાષણ આપતા અદ્યતન ઢબના પાકમાં સજજ થયેલા આધેડ વયના વક્તાને તમે સાંભળે છે. અણીશુદ્ધ અંગ્રેજીમાં તેમની રસસભર અને સરલ અભિવ્યકિત શ્રોતાગણ સમેત તમે મંત્રમુગ્ધ બનીને સાંભળે છે. તમને એવું વિચારવાનું પ્રલોભન થાય છે કે વકત જીવન જીવવાની કળા જાણે છે. આંજી નાખે તે તેમને દેખાવ અને તેમની સુંદર વકતૃત્વશકિત તમને એવું વિચારવા પ્રેરે છે. પરંતુ દેખાવ છેતરામણું નથી હોતા ? ખેલવાની કળા જાણનાર માણસ જીવન જીવવાની કલા જાણતા હોય જ એવું નથી. સારી રીતે જીવવું એ એક યા બીજી કલા પર પ્રભુત્વ મેળવવા કરતાં જુદી બાબત છે. એમ જે ન હેત તે, સંખ્યાબંધ કલાકારોનાં જીવન માનવજાત માટે સંદેશાઓ બન્યા હતા. ઓકસફર્ડ ડીક્ષનરીમાં કલા શબ્દનો અર્થ આ પ્રમાણે 34122 -The Creation or expression of What is beautiful-જે સુંદર છે તેનું સર્જન અથવા તેની અભિવ્યક્તિ.’ જે વ્યકિતનું જીવન સુંદર હોય તેણે જીવન જવવાની કલા હસ્તગત કરી છે એમ કહેવાય. અહીં તરત જ કહેવામાં આવે કે “સુંદર’ શબ્દ આત્મલક્ષી છે અર્થાત જે એક વ્યકિતને “સુંદર’ લાગે તે બીજી વ્યકિતને ‘સુંદર’ ન લાગે મતભેદે છે, છતાં મને લાગે છે કે દારૂડિયા કે વેશ્યાનું જીવન સુંદર કહી શકાય નહિ તેમ જ દેખાવડી સ્ત્રીઓ પાછળ, ભટકતા માણસનું જીવન પણ સુંદર કહી શકાય નહિ. સંત જેવા ઉપદેશક ઉપદેશ સરસ આપે, પરંતુ તેમનું પિતાનું જીવન તેમના ઉપદેશથી વિરુધ હોય, તો તેમનું જીવન સુંદર છે એવું ઉચ્ચારણ થઈ શકે નહિ. બાનુ આળસને સંવનન કરતી વ્યક્તિ પોતે સુંદર જીવન જીવે છે એવી પ્રશસ્તિને હક અપણુ પર ધરાવી શકે નહિ. આ બધાં દ્રષ્ટાંત આપણને એકદમ એક બાબત કહી દે છેવિસંવાદી જીવન જે વિસંવાદી હોય તે સુંદર ન હોય. જીવનની કલા એટલે સુસંવાદી જીવન અને તેનું જીવન સુંદર હોય. માણસમાં ત્રણ મૂળભૂત માનસિક શક્તિઓ રહેલી છેઃ(૧) Knowing-જ્ઞાન અથવા વિચારણાની શક્તિ, (૨) Feeling-લાગણીની શકિત અને (૩) Willing-ઇચ્છાશકિત અથવા સંકલ્પશકિત અથવા કાર્યશકિત. આમાંની કેઇ એક શકિત વધુ પડતી વિકસે અને બીજી બે શકિતઓ અવગણાય તે સંવાદિતાને અભાવ જોવા મળે. જે માણસ વિચારતે ખૂબ હેય, પરંતુ લાગણીમાં ઠંડે હોય અને કાય તે ભાગ્યે જ કરે તેવા માણસની આપણે ભાગ્યે જ કદર કરશું. તેવી જ રીતે જે માણસ લાગણી વધુ પડતી અનુભવે, પરંતુ તેનામાં વિચારણું અને કાર્યશકિત અલ્પ જ હેય તે તેનું જીવન કંગાળ જ બને એ દેખીતું છે. વળી, જે માણસ કાર્ય ત્વરાથી કરે, પરંતુ તેનામાં વિચારણા અને લાગણી અ૫હેય, તે તે સમય જતાં દુ:ખી જ બને. જ્યારે મગજ, હૃદય અને સંકલ્પશકિત સુસવાદ: રીતે વિકસે. એટલે કે પ્રત્યેકને યે મહત્વ આપીને કેળ૬યાં હોય ત્યારે સુસંવાદી જીવન પરિણમે છે. બીજા શબ્દોમાં કહીએ તે, જે માણસે સમજશકિત વિકસાવી હોય, તેનામાં હય હેય અને કાય" કરવાનું મનોબળ હોય અને તેનાં આ ત્રણેય પાસાં સમતોલ રીતે કામ કરતાં હોય, તે તેનું જીવન સુંદર જીવનનું ઉદાહરણ બને છે. ‘સુદર રીતે કેમ જીવવું?' અથવા જીવન જીવવાની કલાનું રહય શું છે?' એવા પ્રશ્નનો જવાબ શોધવા માટે ઉત્સાહી અને સારા સ્વભાવના ઘણા યુવાને ઉસુક હોય છે. આ પ્રશ્નના જવાબમાં સાહિત્યનું બેય જીવનની કલા શીખવવાનું છે એવાં સાહિત્યનાં એક દ્રષ્ટિબિંદુને લક્ષમાં રાખીને મારે કઈ કહેવું નથી. સખેદ કહેવું પડે છે કે ભારતવાસીઓને ભારતના ભવ્ય વારસાનું મૂલ્ય સમજાતું નથી તેમ જ તેમને ભારતના ઋષિમુનિએ જેઓ મહાન વિચારકે પણ હતા તેમનાં મંતવ્યમાં રસ પડતા નથી અથવા તે ગળે ઊતરતાં નથી. પરંતુ પશ્ચિમને લોકે. આપણને આપણા દેશની ભવ્યતા સમજાવે તે આપણને સમાધાન થાય છે. તે ઉપરોક્ત પ્રશ્નોને રપષ્ટ શબ્દોમાં જવાબ એક સમયના લંડન યુનિવર્સિટીના વિદ્વાન પ્રાધ્યાપક અને, જગવિખ્યાત ઇતિહાસકાર આર્નોલ્ડ ટાયબીએ ભારતમાં મૌલાના આઝાદ સ્મૃતિવ્યાખ્યાનમાળાનાં એક વ્યાખ્યાનમાં આપે, છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું છે, “The art of Contemplation is really another, name for the art of living. ચિંતન – વિચારણાની. કલા જીવનની કલાનું ખરેખર બીજું નામ છે.” આ સંબંધમાં . તેમણે ગાંધીજી વિશે જે કહ્યું છે તે ગુજરાતીમાં અનુવાદ, કરીને કહેવું ઉચિત બનશે. ગાંધીજીને દરરોજ પુષ્કળ કામ રહેતું. વર્તમાન સંજોગોમાં મેટી ચળવળના કોઈ પણ નેતાનું એ જ ભાવિ હોય છે. તે પણ ગાંધીજી તેમનાં ભરચક. કામકાજમાંથી ચિંતન-વિચારણા માટે છેડે સમય અવારનવાર મેળવી લેતા. આ પ્રકારને તેમને મહાવરો ભારતીય પ્રણાલિકાની વિશિષ્ટ બાબત છે.” : તેઓ નિખાલસતાથી એમ પણ કબૂલે છે કે પશ્ચિમી મધ્ય યુગના સમયથી ખ્રિસ્તી ધર્મના યુરેપના અનુયાયીઓએ ચિંતન-વિચારણાની આધ્યાત્મિક કલા લગભગ સંપૂર્ણપણે ગુમાવી દીધી છે. તેઓ તેમની આ ખેટને ગંભીર ગણાવે છે. આગળ જતાં તેઓ એમ પણ કહે છે, “આ આધ્યાત્મિક બક્ષિસ જે માનવીને માનંવ બનાવે છે તે હજી ભારતીય આભાઓમાં જીવંત છે.” ભારતવાસીઓ સમજવા માગે, તે " વિદ્વાન ઇતિહાસકાર ટોયેબીએ ઘણું કહી નાખ્યું છે. જીવનની'. કલાનું રહસ્ય ચિંતનની કલામાં રહેલું છે. તે આ ચિંતનની કરા જે ભારતીય આત્માઓમાં હજી જીવંત છે તે શી રીતે વિકસાવાય ? પડિત જવાહરલાલ નહેરુએ તેમનાં વકતવ્યમાં યુવાનને ચિંતન-વિચારણાની . ના વિકસાવવાને અનુરોધ કર્યો છે, તે માટે તેમણે બુદ્ધિપૂર્વક વાંચવાને ઉપાય સૂચવ્યું છે. શું વાંચવું એ પ્રશ્ન થાય? સારી . નવલકથા વાંચવાથી. પણ વિચારશક્તિને વિકાસ થાયું છે કે કારણ કે તેમાં બુદ્ધિશાળી મને કરેલું જીવનનું ચિત્ર હોય છે. પરંતુ મોડી રાત સુધી જાગીને વાર્તા વાંચી જવી એ પૂરતુંPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 178