Book Title: Pavitra Kalpasutra
Author(s): Punyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
G
કકારબલ, તકારબલ આદિ પ્રાકૃતભાષાપ્રયેગે વિષે છે, તે તે પ્રદેશની પ્રાકૃતભાષામાં કે ભાષાપ્રિયતાને લક્ષીને વહેંચણી કરવામાં આવી છે તે, તે કાળમાં ભલે પ્રચલિત કે ઉચિત હે; પરંતુ પાછળના જમાનામાં તો પ્રાકૃતભાષા દરેકે દરેક પ્રદેશમાં ખીચડું બની ગઈ છે અને તે જ રીતે વિવિધ કારણોને આધીન થઈને જૈન આગમોની મૈલિક ભાષા પણ ખીચડું જ બની ગઈ છે. એટલે જૈન આગમોની મૈલિક ભાષાનું અન્વેષણ કરનારે ઘણી જ ધીરજ રાખવી જરૂરી છે..
સૂત્રાંક-આજે આ૫ણા સામે કલ્પસૂત્રની જે પ્રાચીન પ્રતિઓ તાડપત્રીય કે કાગળની વિદ્યમાન છે, તે પિકી કઈમાં. પણ સૂત્રોના અંક નથી. માત્ર સેળમાં સત્તરમાં એકાની, ખાસ કરી સત્તરમા સૈકાની પ્રતિઓમાં સૂત્રાંકની પદ્ધતિ મળે છે. પરંતુ તે સૂત્રાંક સંખ્યા ઘણીવાર તે મેળ વિનાની જોવામાં આવે છે. એટલે મેં જે સૂત્રકે આપ્યા છે તે મારી દૃષ્ટિએ આપ્યા છે. ઉપર જણાવેલી પ્રતિઓમાં ઘેરાવલીમાં સૂત્રાંક છે જ નહિ અને સામાચારીમાં પણ કેટલીકમાં જ મળે છે; પરંતુ આ રીતથી એ પ્રતિઓમાં મોટે ભાગે સૂત્રોનું અખંડપણું જળવાયું નથી. જ્યારે મેં સૂત્રકોનું અખંડપણું જાળવવા પ્રયત્ન કર્યો છે. મેં જે સૂત્ર વિભાગ કર્યો છે તેના ઔચિત્ય-અનૈચિત્યપણાની પરીક્ષાનું કાર્ય વિદ્વાનને સોંપુ છું.
સંક્ષિપ્ત અને બેવડાપાઠ-કલ્પસૂત્રની પ્રાચીન અર્વાચીન પ્રતિઓમાં કેઈમાં કોઈ ઠેકાણે તે કોઈમાં કોઈ ઠેકાણે એમ, વારંવાર આવતા શબ્દ કે પાઠોને સંક્ષિપ્ત કરવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે સેવા[fqવા ને બદલે દેવા, માણારામ ને બદલે
ા ા ણા કે મરણ જ કે મ ક એમ કરવામાં આવ્યું છે. ખંભાતની સં. ૧૨૪૭માં લખાયેલી પ્રતિમાં પ્રાચીન લેખન પરમ્પરા જળવાયેલી હેઈ સર ક અથવા ચણા ૩ અને કોઈ ઠેકાણે સરળ એમ કરે છે, જ્યાં એક શબ્દથી ચાર શબ્દ સમજી લેવાના હોય ત્યાં ચારના અંક તરીકે પણ કેમ અક્ષરને પ્રયોગ કરવામાં આવતું. આ જ પ્રમાણે
જ્યાં છ શબ્દો સમજી લેવાના હોય ત્યાં જ સંખ્યાના સૂચક તરીકે 1 કે , કા અક્ષર વાપરવામાં આવ્યું છે. તાડપત્રીય પ્રતિઓમાં એક બાજુ આ અક્ષરાંકી દ્વારા જ પત્રાંક સૂચવવામાં આવે છે. જેમને આ અક્ષરકેનું જ્ઞાન નથી હોતું તે આવા અક્ષરાંકને ગ્રંથમાંના ચાલુ પાઠના અક્ષર તરીકે માની લેવા કે અર્થસંગતિ કરવા પ્રયત્ન કરે છે અથવા એ અક્ષાંકને નકામા સમજી કાઢી નાખે છે. આ અક્ષરાંકનું જ્ઞાન પાછલા જમાનામાં વીસરાઈ જવાને લીધે ગ્રંથોમાં ઘણા ગોટાળા થયા છે અને પ્રતિઓનાં પાનાં અસ્તવ્યસ્ત રીતે લખાઈ ગયાં છે. જેની માઠી અસર આપણે પૂજ્યપાદ આગમેદ્વારક આચાર્ય ભગવાન શ્રીસાગરાનન્દસૂરીશ્વરજી મહારાજના અનુગદ્વારચુર્ણિ આદિના સંપાદન અને સંશોધનમાં જોઈ શકીએ છીએ. પૂજ્યપાદશ્રી સમક્ષ આદર્શો અસ્તવ્યસ્ત આવ્યા અને તેઓ વધારે પ્રત્યુત્તર મેળવવાની આવશ્યકતા નહોતી ગણતા, એટલે ઉપરોક્ત અસરનું પ્રતિબિમ્બ તેમના સંપાદનમાં આવી જ જાય એમાં શંકાને સ્થાન જ ન હોય. આ તો થઈ સંક્ષિપ્ત પાઠોની વાત. હવે આપણે બેવડાએલા પાઠો વિષે જોઈએ—