Book Title: Pavitra Kalpasutra
Author(s): Punyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 16
________________ મતાને લગતા ઘણા ઘણા માઇભેદ થઈ ગયા છે. આ પાઠભેર સ્વભાવિક રીતે જ થઈ ગયા નથી, પરંતુ પાછળ, આચાર્યોએ જાણીબુઝીને પણ આ શબ્દપગેને સમયે સમયે બદલી નાખ્યા છે; અથ... પ્રાચીન પ્રાકૃતભાષાના પ્રયોગો સાથેનો સંપર્ક ઓછો થવાને લીધે જ્યારે મુનિવહિલાળી તે તે શબ્દપ્રયોગના મૂળને સમજી શકતા ન હોવાથી શ્રીઅભયદેવાચાર્ય, શમલયગિરિ આચાર્ય વગેરેને તે તે શબ્દપ્રયોગ બદલી નાખવાની આવશ્યકતા જણાઈ અને તેમણે તે તે શબ્દપ્રયોગોને બદલી પણ નાખ્યા છે. "આમ કરવાથી ગ્રંથને વિષય સમજવામાં સરળતા થઈ, પરંતુ બીજી બાજુ જન આગમોની મૈલિક ભાષામાં ઘણું જ પરિવર્તન થઈ ગયું. જેને લીધે આજે જન આગમની મલિક ભાષા કેવી હતી તે શોધવાનું કાર્યો દુષ્કર જ થઈ ગયું. આ પરિવર્તન માત્ર અમુક આગમ પુરતું મર્યાદિત નથી, પરંતુ દરેકે દરેક આગમમાં અને એથી આગળ વધીને ભાખ્ય-ચૂણિગ્રંથોમાં સુદ્ધાં આ ભાષાપરિવર્તન દાખલ થઈ ગયું છે. એટલે જૈન આગમોની માલિક ભાષાના શોધકે જન આગમ-ભાષ્ય આદિની જુદા જુદા કુલની પ્રતિ એકત્ર કરીને અતિધીરજથી આ નિર્ણય કરવાની જરૂરત છે. . આ સ્થળે, જરા વિષયાંતર થઈને પણ એટલું જણાવવું અતિ આવશ્યક માનું છે કે ભાષા દષ્ટિએ જેન આગમોનું અધ્યયન કરનારે જેસલમેરના કિલ્લાના શ્રીજિનભદ્રીય જ્ઞાનભંડારની તેમ જ લંકાગચ્છના ભંડારની અને તે ઉપરાંત આચાયવર શ્રીજમ્મુસૂરિ મહારાજના જ્ઞાનભંડારની ભગવતીસૂત્રની એમ તાડપત્રીય પ્રાચીન ત્રણે ય પ્રતિ જરૂર જેવી જોઈએ. પાટણ શ્રી હેમચંદ્રાચાર્ય જન જ્ઞાનમંદિરમાં પધરાવેલા સંઘના જ્ઞાનભંડારની અનુગદ્વારસૂત્રની પ્રતિ પણ જોવી જોઈએ. જેસલમેરના લિકાના ઉપયુક્ત ભંડારની અનુમાન દશમા સિકાની આસપાસમાં લખાયેલી વિશેષાવશ્યક ભાષ્યની પ્રતિ પણ ભૂલવી ન જોઈએ. આ ઉપરાંત જૈન આગમ ઉપરના ભાષ્યગ્રંથો અને ચૂણિગ્રંથોનું પણ આ દૃષ્ટિએ અવલોકન કરવું જોઈએ. આ બધા અવલોકનને પરિણામે ય જૈન આગમોની મૈલિક ભાષાનું વાસ્તવિક દિગ્દર્શન કરાવવું અશકયપ્રાય છે, તે છતાં આ રીતે એ ભાષાના નજીકમાં પહોંચી શકવાની જરૂર શક્યતા છે. અg, હવે મૂળ વિષય પર આવીએ. ઉપર જણાવવામાં આવ્યું તેમ પાછળના આચાર્યોએ આગમસૂત્ર આદિની ભાષામાં સમયે સમયે ઘણું ઘણું પરિવર્તન જરૂર કર્યું છે. તે છતાં ઘા ય સ્થળે તે તે મૈલિક ભાષાપ્રયોગો રહી જવા પામ્યા છે. એટલે એ રીતે, મેં જે પ્રતિને મારા સંશોધન અને સંપાદનમાં મૂળ તરીકે રાખી છે તેમાં પણ તેવા પ્રગો વિદ્વાનને ઠેકઠેકાણે જોવા મળશે. કેટલાક ખાસ તેવા પ્રયોગોના પાઠભેદ પણ આપવામાં આવેલા છે. મારા સંશોધનમાં જે ૪-૪ નામની પ્રતિમાં છે, તેમાં સરકાર બહુલ પાઠ છે. ભરતનાટ્યશાસ્ત્રના ૧૭મા અધ્યાયમાં કારખહુલ, કારખહુલ, સકારબહુલ, કારબહુલ,

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 458