Book Title: Pavitra Kalpasutra
Author(s): Punyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
જોતાં આપણને સહેજે એ પ્રશ્ન થાય છે કે “આ પ્રકારનાં ઉદાર એટલે કેવાં ઉદાર?” આ જાતનો પ્રશ્ન કે જિજ્ઞાસા, આપણને ચિદસ્વપ્નને લગતા વર્ણકગ્રંથના અસ્તિત્વની કલ્પના તરફ ખેંચી જાય છે. અને આ કારણસર આ ઠેકાણે ચાદસ્વપ્નને લગતા કોઈને કોઈ પ્રકારના વર્ણકગ્રંથનું હોવું એ અનિવાર્ય બની જાય છે. પરંતુ જ્યાં સુધી આપણા સામે બીજી પ્રાચીન પ્રતિઓ ન હોય ત્યાં સુધી એ વર્ણકગ્રંથ કેવો હોવો જોઈએ, એને નિર્ણય કરવાનું કામ ઘણું કઠિન છે. અત્યારના પ્રચલિત વકત્રંથના માલિકપણા વિષે શંકાને સ્થાન છે; તે છતાં એટલું ધ્યાનમાં રાખવું અતિ આવશ્યક છે કે પ્રચલિત સ્વપ્નવિષયક વર્ણકગ્રંથ અર્વાચીન હોય તે પણ તે અનુમાન હજાર વર્ષથી અર્વાચીન તે નથી જ.
. આ ઉપરાંત ઈન્દ્ર, ગર્ભાપહાર, અટ્ટણશાલા, જન્મ, પ્રીતિદાન, દીક્ષા, કેવલજ્ઞાન, ચાતુર્માસ, નિર્વાણ, અંતકભૂમિ આદિ વિષયક સૂત્રપાઠ અને વર્ણકગ્રંથના અસ્તિત્વની સાક્ષી તો ચૂર્ણિકાર પોતે પણ આપે છે. એ પછીનાં જિનચરિતો કે જેમાં ત્રેવીસ જિનેશ્વરનાં ચરિત્ર અને અંતરે વિષે ના સૂત્રપાઠને સમાવેશ થાય છે તેની તથા ગણધરાદિ
વિરોની આવલી અને સામાચારીગ્રંથ હોવાની સાક્ષી નિયુક્તિકાર અને ચૂર્ણિકાર એમ બન્ને ય સ્થવિરો gf vartar કો નિ. ગા૬૨ અને તેની ચૂત્ર દ્વારા આપે છે. ગણુધરાદિ સ્થવિરેની આંવલી આજે કલ્પસૂત્રમાં જે રૂપે જોવામાં આવે છે તેવી અને તેટલી તે ચતુર્દશપૂર્વધર ભગવાન શ્રી આર્યભદ્રબાહસ્વામિપ્રણીત કલ્પસૂત્રમાં હાઈ જ ન શકે. એટલે જ્યારે પ્રસ્તુત કલ્પસૂત્રને અથવા આગમને પુસ્તકારૂઢ કરવામાં આવ્યાં તે જમાનાના સ્થવિરાએ એ ઊમેરેલી છે, એમ કહેવું એ જ સવિશેષ ઉચિત છે. આમ છતાં એક પ્રશ્ન તો આપણા સામે આવી ઊભે જ રહે છે કે-આજની અતિઅર્વાચીન અર્થાત સેળમાં સત્તરમા સિકામાં લખાએલી પ્રતિઓમાં જે સ્થવિરાવલી જોવામાં આવે છે, એ ક્યાંથી આવી? કારણ કે ખંભાત, અમદાવાદ, પાટણ, જેસલમેર વગેરેની સંખ્યાબંધુ તાડપત્રીય પ્રતિઓ તપાસી, તેમાંથી મને પાછળના સ્થવિરેને લગતી સ્થવિરાવલી કોઈ પણ પ્રતિમાંથી મળી નથી. આમ છતાં એમ માનવાને તે આપણું મન જરા યે કબૂલ નથી થતું કે એ અંશ નિરાધાર હોય!. એટલે આ વિષે ચોક્કસાઈભર્યું અન્વેષણ કરવાની આપણી ફરજ ઊભી જ રહે છે.
* આટલું વિચાર્યા બાદ સામાચારી આવે છે. તેમાં શરૂઆતનાં પર્યુષણાવિષયક જે સૂત્રો છે તે પૈકી સૂત્રાંક ૨૩૧માં અંતર વિ જ છે નો તે જાWS & fur :વાદજાવિત્તર આ પ્રમાણે જે સત્રાંશ છે તે પંચમીની ચતુર્થી કરાઈ તે પછીને છે, એમ આપણને સ્વાભાવિક જ લાગે છે. આ સત્રાંશને આપણે કેવો અર્થ કરો જેઈએ અને ઉત્સર્ગ–અપવાદની મર્યાદાને લક્ષમાં રાખીને એની સંગતિ કેવી રીતે સાધવી જોઈએ ?, એ વિચારવા જેવી બાબત છે. મને લાગે છે, અને ઉત્સર્ગ–અપવાદની મર્યાદાને મારી અલ્પ બુદ્ધિએ હું સમજું છું ત્યાંસુધી “સંવત્સરીપર્વની આરાધના કારણસર