Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah

View full book text
Previous | Next

Page 8
________________ પ્રથમવૃત્તિની પ્રસ્તાવના. સર્વ જૈનધર્માનુરાગી સાધર્મિ ભાઈઓને અત્યંત નમ્રતા પૂર્વક વિનતિ કરવામાં આવે છે કે શ્રીર્જુષણ પર્વ આવ્યા થકા શ્રીપાલીતાણું, અમદાવાદ, સુરત, વડોદરા, વગેરે મહાટા મહેટા સહેરે મહેં તે શ્રીમુનિ મહારાજ તથા સાધુઓની યોગવાઈ મલી શકે છે પરંતુ બીજા હાના ન્હાના સહેરે તથા ગામે વગેરેમાં કઈક સ્થાનકે ભાગ્યેજ મુનિ મહારાજ બિરાજેલા હોય છે ઘણું શું કહીયે કેટલાએક ક્ષેત્રોમળે તે પર્યુષણના આઠ દિવસ પર્યત સારી રીતે પરિક્રમણ પિસહ વગેરે કરાવે તથા રૂડી રીતે વખાણ સંભલાવે એવા સારા ભણેલા યતિ પણ ઘણી જ મહેનતથી તથા ઘણે ખરચ પ્રમુખ કરતાં પણ મલી શકતા નથી એવા ગામે મધ્યે નિવાસ કરનારા શ્રાવકેને શ્રીપર્યુષણનું મહામ્ય સાંભલવાને અંતરાય પડવાનું વિધ્ર દૂર કરવાના હેતુથી પૂર્વ શ્રી જ્ઞાનવિમલ સુરિ મહારાજે શ્રાવક ભાઈઓને વાંચવા સારુ શ્રીપર્યુષણના મહાભ્યને એકેકા વખાણને સારાંશ લઈને દેશીબંધ ઢાલમાં આ આઠ સદ્યાઓને ગ્રંથ રચેલે છે તે ઉપર વલી મૃત બોધિકા વગેરે ગ્રંથને અનુસારે ઘણી જ મનોરંજક અને આત્મ હિતકારી કથાઓ નાખીને શ્રી ઉદયસાગરજી તેને બાલાવબોધ કરેલ છે તે ગ્રંથ પૂર્વોક્ત સજનેને પર્યુષણાના દિવસોમાં વાંચવાને અનુકુલ પડે એવી રીતની કેટલાએક ભાઈઓની ભલામણ ઉપરથી તેમજ એ ગ્રંથ પ્રસિદ્ધ થવાથી મહેટા લાભનું કારણ છે એ કેટલાએક મહાન મુનિઓના મુખથી ઉપદેશ સાંભલીને અમેએ હાલમાં એ ગ્રંથ છપાવી પ્રસિદ્ધ કર્યો છે પરંતુ એ ગ્રંથની એક જ પ્રત અમારા હસ્તગત થઈ તે પણ વલી લખત દેષથી ઘણીજ અસુદ્ધ થયેલી હતી તેથી તથા ત્વરાયે છાપીને પ્રસિદ્ધ કરવાથી જે કાંઈ ભૂલચૂક રહેલી હોય તે ગુણ જનોએ અમારા ઉપર કૃપા નજર રાખી સુધારી વાંચવી એ અમારી માગણીને સુજ્ઞ જને કબૂલ રાખશે, એવી અમે આશા રાખી છેમેં તેમજ આ મહાન ગ્રંથને જ્ઞાન ભકિત પૂર્વક સર્વ પ્રકારની આશાતના ટાલીને વાંચવાની વિવેકી જનેને અમે ભલામણ કરિયે છયે.

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 346