________________
: ૧૧૨
૧૩ પિંડવિધિ-પંચાશક
ગાથા ૮
ગ્રંથમાં અનુક્રમે પ્રતિશ્રવણ, પ્રતિસેવન અને સંવાસ એ ત્રણ નામથી જણાવી છે. જે સાધુ પિતાને અધિકાર હોવા છતાં પિતાના આશ્રિતોને આધાર્મિક આહારનો નિષેધ ન કરે તેને પ્રતિશ્રવણનુમતિ દેષ લાગે. આધાર્મિક આહાર પિતે વાપરે તો પ્રતિસેવનાનુમતિ દોષ લાગે. આધાર્મિક આહાર વાપરનારા સાધુઓની સાથે રહે તે સંવાસાનુમતિ દોષ લાગે.
આથી એ સિદ્ધ થયું કે સાધુ આધાકર્મિક આહાર વાપરે તો ઉપભેગ કે પ્રતિસેવનારૂપ અનુમોદનાને દોષ લાગે. તથા સાધુ આધાર્મિક આહાર લે તો ગૃહસ્થ વારેવાર આધાકર્ષિક આહાર બનાવે. (એટલે આડકતરી રીતે કરાવવાનો પણ દોષ લાગે.) એક વાર આધાર્મિક આહાર લેવાથી બીજી વાર લેવાનું મન થાય છે, બીજી વાર લીધા પછી ત્રીજી વાર લેવાનું મન થાય છે, અને પછી વારંવાર આધાર્મિક આહાર લેવાની પ્રવૃત્તિ થાય છે. આમ થતાં પરિણામ નિષ્ઠુર બની જાય છે-દોષની સૂગ જતી રહે છે. શાસ્ત્રમાં ત્યાં સુધી કહ્યું છે કે-વારંવાર આધાર્મિક આહાર વાપરીને તેમાં લાલુપી અને નિર્દય બનેલ સાધુ પ્રાસુક ન મળે તે અપ્રાસુક (=સચિત્ત) આહાર પણ લે. તથા આધાકર્મના પરિણામવાળો સાધુ શુદ્ધ વાપરવા છતાં કર્મથી બંધાય છે.
શિક દેશનું સ્વરૂપ :उद्देसिय साहुमाई, ओमच्चए भिक्खवियरणं जं च । उव्वरीयं मीसेउं, तविउं उद्देसियं तं तु ॥ ८ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org