Book Title: Panchashak Part 2
Author(s): Rajshekharsuri
Publisher: Panchashak Prakashan Samiti Navsari

Previous | Next

Page 395
________________ : ૩૭૮ : ૧૯ તપોવધિ-પંચાશક ગાથા ૩૦ અને છવીસમી ગાથામાં જણાવેલા સ્વરૂપવાળા તપથી માર્ગનુસારી ભાવ=મોક્ષમાર્ગને અનુકૂળ અધ્યવસાય પામીને ઘણા મહાનુભાવ જીવ આપ્તપદિષ્ટ ચારિત્રને પામ્યા છે. (૨૭) બીજા પણ ગ્રંથકારોએ જુદા જુદા ગ્રંથમાં સર્વાંગસુંદર, નિરુશિખ, પરમભૂષણ, આપતિજનક, સૌભાગ્યકલ્પવૃક્ષ વગેરે જુદા જુદા તપ કહ્યા છે. આ તપ નવા અભ્યાસી જીની યોગ્યતાનુસાર મોક્ષમાર્ગના સ્વીકારનું કારણ છે. મોક્ષમાર્ગના સ્વીકારનું કારણ વ્યવહારથી મોક્ષમાર્ગ જ છે. કોઈક નવા અત્યાસી જીવ એવા હોય છે કે જે પ્રારંભમાં અભિ વૃંગવાળા અનુષ્ઠાનમાં પ્રવર્તે છે, અર્થાત્ અભિવંગથી= સંસારસુખના રાગ આદિથી અનુષ્ઠાનમાં જોડાય છે, પણ પછી (મોક્ષ આદિનું જ્ઞાન થતાં) અભિવંગ રહિત અનુષ્ઠાન પામે છે. આથી તેવા જીવોને આ તપ મોક્ષમાર્ગ પમાડનાર બને છે. જે તપથી સર્વ અંગો સુંદર થાય તે સવાંગસુંદર. જે તપનું મુખ્ય ફલ રોગનાશ છે તે નિજ શિખ. જે તપથી ઉત્તમ આભૂષણે મળે તે પરમભૂષણ. જે તપ ભવિષ્યમાં (પરલેકમાં) ઈફલ આપે તે આપતિજનક. જે તપ સૌભાગ્ય મેળવવામાં ક૯પવૃક્ષ સમાન છે તે સૌભાગ્યક૯પવૃક્ષ (૨૮-૨૯). સર્વાંગસુંદર તપનું વર્ણન - अटुववासा एगंतरेण विहिपारणं च आयाम । सव्वंगसुंदरो सो, होइ तवो मुक्तपक्खमि ॥ ३० ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406