Book Title: Panchashak Part 2
Author(s): Rajshekharsuri
Publisher: Panchashak Prakashan Samiti Navsari

Previous | Next

Page 405
________________ : ૩૮૮ : અનુવાદકની પ્રશરિત લેવું. જ્ઞાનાવરણથી સહિત નિપુણુમતિવાળાની પણ પ્રાયઃ મતિ મુંઝાઈ જાય તે મારા જેવાની મતિ કેમ ન મુંઝાય? (૬) અગિયાર સે ચોવીસ (૧૧૨૪) વર્ષે ધોળકા શહેરમાં ધનપતિ બકુલ અને બંદિકની વસતિમાં આ ટીકા પૂર્ણ થઈ છે. (૭) સંઘમાં શ્રેષ્ઠ અને વર્તમાનકાલીન વિદ્વાનોમાં મુખ્ય વિદ્વાન શ્રી દ્રોણાચાર્યે અણહિલ પાટણ શહેરમાં આનું સંશોધન કર્યું છે. (૮) અનુવાદકની પ્રશસ્તિ સુગ્રહીત નામધેય શ્રી હરિભદ્રસૂરિ મહારાજ વિરચિત પ. પૂ. આચાર્યદેવ શ્રી અભયદેવસૂરિ રચિત ટીકા સહિત પંચાશક ગ્રંથને સિદ્ધાંતમહોદધિ સ્વ. આચાર્યદેવ શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર પરમગીતાર્થ આચાર્યદેવ શ્રી હીરસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પરાથપરાયણ મુનિશ્રી લલિતશેખરવિજયજીના શિષ્ય મુનિ શ્રી રાજશેખરવિજયજીએ કરેલો ગુજરાતી ભાવાનુવાદ પૂર્ણ થયો. સમય વિ. સં. ૨૦૩૩ કા. સુ. ૫, બુધવાર સ્થળ. માલેગામ (મહારાષ્ટ્ર) જૈન ઉપાશ્રય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 403 404 405 406