Book Title: Panchashak Part 2
Author(s): Rajshekharsuri
Publisher: Panchashak Prakashan Samiti Navsari

Previous | Next

Page 379
________________ ૩૬૨ ઃ ૧૯ તપિવિધિ-પંચાશક ગાથા ૨ ચારે આહારનો ત્યાગ હેાય છે. ઇગિતમારણમાં પણ તે જ પ્રમાણે હોય, પણ નિયત કરેલા દેશમાં ફરવા આદિની છૂટ હોય છે. ભક્ત પરિજ્ઞામાં (ફરવા આદિની છૂટ ઉપરાંત) પ્રતિકર્મ હોય છે તથા ત્રણ કે ચાર પ્રકારના આહારને ત્યાગ હેય છે. ઉપવાસથી છ માસ સુધીનું અનશન ઈવર છે. ઊણેદરી :- અ૯૫ આહાર ખાવાથી પિટ પૂરું ન ભરવું તે ઊણેદરી. આના દ્રવ્ય અને ભાવ એમ બે ભેદ છે. એાછું ખાવું એ દ્રવ્ય ઊદરી છે. બત્રીશ કોળિયા પૂર્ણ આહાર છે. આથી બત્રીશ કેળિયાથી એક વગેરે કેળિયા જેટલે આહાર ઓછો લેવાથી દ્રવ્ય ઊંદરીના અનેક પ્રકાર છે. કષાને ત્યાગ ભાવ ઊણોદરી છે. વૃત્તિસંક્ષેપ - વૃત્તિ-ભિક્ષાચર્યા. સંક્ષેપ=અપ કરવી. ભિક્ષાચર્યાને અલ્પ કરવી, અર્થાત્ દ્રવ્યાદિ અભિગ્રહ લેવા, તે વૃત્તિસંક્ષેપ છે. તે આ પ્રમાણે - લેપવાળું કે લેપરહિત જ દ્રવ્ય લઈશ વગેરે દ્રવ્ય અભિગ્રહ છે. ગામમાં જ, પરગામમાં જ, કે આટલા ઘરમાં જ લઈશ વગેરે ક્ષેત્ર અભિગ્રહ છે. દિવસના પહેલા, મશ્ય કે પાછલા ભાગમાં જ લઈશ વગેરે કાલ અભિગ્રહ છે. મૂળ ભજનમાંથી હાથ કે ચમચા વગેરેમાં લીધું હોય, કે થાળી વગેરેમાં મૂકયું હોય તે જ લઈશ, ગાયન કરતાં કે રુદન કરતાં આપે તો જ લઈશ ઈત્યાદિ ભાવ અભિગ્રહ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406