Book Title: Panchashak Part 2
Author(s): Rajshekharsuri
Publisher: Panchashak Prakashan Samiti Navsari

Previous | Next

Page 380
________________ ગાથા ૩ ૧૯ તવિધિ-પંચાશક : ૩૬૩ : રસત્યાગ – દૂધ, દહીં આદિ બધા કે અમુક રસનો ત્યાગ. કાયફલેશ :- ઉચિત રીતે કાયાને કષ્ટ આપવું તે કાયફલેશ. વીરાસન, ઉત્કટુકાસન, ગાદેહિકાસન વગેરે આસને રહેવું, શીત, પવન અને તાપ વગેરે સહન કરવું, મસ્તકને લોન્ચ કરવો વગેરે અનેક પ્રકારે કાયલેશ તપ છે. સલીનતા - સંલીનતા એટલે સંવર કરો-રોકવું. તેના ઇંદ્રિય, કષાય, યોગ અને વિવિક્તચય એમ ચાર પ્રકાર છે. એમાં પ્રથમના ત્રણને અર્થ પ્રસિદ્ધ છે. સ્ત્રી, પશુ, નપુંસક અને કુશીલથી રહિત નિર્દોષ સ્થાનમાં રહેવું તે વિવિક્તચર્યા છે. આ તપ કરાતું હોય ત્યારે લોકોથી પણ જણાતું હોવાથી અને સ્થૂલદષ્ટિવાળા કુતીર્થિકોમાં પણ તપ તરીકે પ્રસિદ્ધ હોવાથી આ બાહ્ય તપ છે. (૨) અત્યંતરતપના ભેદ – पायच्छित्तं विणओ, वेयावच्च तहेव सज्झाओ । झाणं उस्सग्गोऽवि य, अभिंतरओ तवो होइ ॥ ३ ॥ પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને ઉત્સર્ગ એ છ અત્યંતર તપના ભેદો છે. પ્રાયશ્ચિત્ત - પ્રાયશ્ચિત્ત શબ્દનો અર્થ અને આલેઅનાદિ ભેદે પહેલાં (સેળમાં પંચાશકમાં) કહેલ છે. વિનય - જેનાથી કર્મો દૂર કરાય તે વિનય. તેના જ્ઞાન, દર્શન, ચારિત્ર, મન, વચન, કાયા અને ઉપચાર એમ સાત ભેદ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406