________________
: ૨૪ : ૧૪ આલોચનાવિધિ-પંચાશક ગાથા ૪૬
-
-
ખપાવીને સિદ્ધિસ્થાનને પામે છે. (૪૩) યુક્તિ-યુક્ત આ આલોચના જિનેશ્વરોએ કહી છે. તેથી એ અવશ્ય ભાવારેગ્ય આપનારી છે. મેં આલોચના જાણું તેથી હું ધન્ય છું. (૪૪)
આથી હું નિદાન રહિત બનીને ભયંકર ફળ આપનાર સંપૂર્ણ ભાવશલ્યને જ્ઞાનકુંજ ગુરુ સમક્ષ વિધિપૂર્વક પ્રગટ કરીને દૂર કરું. (૪૫)
ઉક્ત પ્રકારને સંવેગ ઉત્પન્ન કરીને શું કરવું તે જણાવે છે – इय संवेग काउं, मरुगाहरणादिएहि चिंधेहिं । दढमपूणकरणजुत्तो, सामायारिं पउंजेजा ॥ ४६ ॥
જેનું મરણ નજીકમાં છે તેણે પણ શુદ્ધિ કરવી જોઈએ એવું જણાવનારાં કે શલ્ય રાખવાથી થતા દેશોને જણાવનારાં શાસ્ત્ર પ્રસિદ્ધ બ્રાહ્મણ-પીઠ-મહાપીઠ આદિનાં દષ્ટાંતથી અનં. ત૨ ચાર ગાથાઓ માં જણાવ્યો તેવા સંવેગને (-શુભ અધ્યવસાય વિશેષને) ઉત્પન્ન કરીને અને આ અપરાધ ફરી નહિ કરું એવા દઢ પરિણામવાળા બનીને આલોચના કરે, અને આલોચનાની ( આલોચનાચાર્યને) વંદન કરવું, આસન પાથરવું વગેરે વિધિ કરે.
બ્રાહ્મણનું દૃષ્ટાંત આ પ્રમાણે છે - પાટલીપુત્ર નગરમાં ત્રિલોચન નામનો બ્રાહ્મણ હતા. તે વેદ અને વેદાંગનાં રહસ્યોને સારી રીતે જાણનારાઓમાં શિરોમણિ હતું. તેની પાસે એક બ્રાહ્મણના છોકરાએ આવીને તેને પ્રણામ કરીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org