________________
.
.
.
. પશ્ચિમી .
.
.
.
થવા દેતાં રાજપૂતોએ પિતાની, કુળની અને તક અને શ્રદ્ધા રાજ્યની આહુતિ આપી. પણ પરિણામ
શું આવ્યું ? પોતે ગયા, રાજ્ય ગયું, પતિની ગઈ, હજારે નિર્દોષ ઉપર જૂલ્મો ગૂજર્યા; અનેક અબળાએની લાજ લૂંટાઈ. શું સાર નીકળ્યો? સંસ્કૃતિનું શું રક્ષણ થયું ? શિયળ શું સચવાયું ? પ્રજામાનસ- ગૌરવાન્વિત બન્યું કે હાડમારીઓને અંગે શિથિલ, નામદ અને વિકૃત બન્યું ?
પાશ્ચાત્ય માનસને જે વસ્તુ મૂર્ખાઈ ભરેલી લાગે છે, તે આર્યહદયને દીવા જેવી સ્પષ્ટ છે. મનુષ્ય બુદ્ધિને મર્યાદા છે, અને શ્રદ્ધા વિના એકે શાસ્ત્ર સંભવતું નથી. વિજ્ઞાન જેવા જડશાસ્ત્રમાં પણ અમુક બનવાનો સંભવ છે એમ મન સાથે નિકી કર્યા પછી જ શેધક શોધ કરવા પ્રેરાય છે. તે પછી ધર્મ જેવા ભાવાત્મક અને બુદ્ધિની મર્યાદા જ્યાં પૂરી થાય છે ત્યાંથી જ જેની શરૂઆત થાય છે એવા વિષયમાં શ્રદ્ધા રાખ્યા વિના કેમ ચાલે ? તાર્કિક લેકએ જોવાનું માત્ર
એટલું જ કે એ શ્રદ્ધાનો ઈતિહાસ શું સિદ્ધ કરે છે ? સાચી શ્રદ્ધાએ મનુષ્ય જીવનને અને જગત ધર્મને વિશુદ્ધતર કર્યા છે કે જડ ? જે પહેલું સારું લાગે તો શ્રદ્ધાને હસી કાઢવી એ તકને, અરે ખૂદ પ્રમાણુશાસ્ત્રને હસી કાઢવા બરાબર નથી ?