Book Title: Padmini
Author(s): Krishnalal Shreedharani
Publisher: Navyug Pustak Bhandar
View full book text
________________
પદ્મિની
જલદી કરો, જલદી કરો, રાજપૂતાણીઓ !
•
બધું ખલાસ થઈ ચૂકયું છે.
•
[ ખાકીની રાજપૂતાણીએ ટપોટપ ઝંપલાવે છે. ચિતાડ તરફ એક શૂન્ય દૃષ્ટિ નાખતી પદ્મિની ક્ષણ વાર અંભે છે. રાજમહાલયમાં અને પગથી ઉપર યવનેાનાં રિત પગલાં સંભળાય છે.]
પ્રણામ માતા ! રાજપૂતાની લીલાભૂમિ પ્રણામ !
"
[ · જય અંબે' ની ખૂમ પાડી, પદ્મિની ચિતામાં ઝંપલાવે છે.
મહાલયની પગથી ઉપરથી અલાઉદ્દીન, ખજરખાં, કાજી વગેરે ખુલ્લી તલવારે ધસી આવે છે. સભાગૃહ અને રણુવાસ ફેદીવળી યવના ચંદ્રશાળામાં આવી પહોંચે છે. ] અલાઉદ્દીન
[કાંકળા કાંકળા] પદ્મિની ! પદ્મિની !! આ શે ગજબ ! એહેસ્તની હરની જેવા આ સૌંદર્ય ઉપર આ શી ક્રૂરતા ? પદ્મિની, નીકળી આવ, નીકળી આવ ! તને હું દિલ્હી લઈ જઈશ, મારી મહાબેગમ કરી સ્થાપિશ.
૧૩૨

Page Navigation
1 ... 143 144 145 146 147 148 149 150