Book Title: Padmini
Author(s): Krishnalal Shreedharani
Publisher: Navyug Pustak Bhandar

View full book text
Previous | Next

Page 131
________________ • : પદ્મિની • • લક્ષ્મણસિંહ રાજપૂતના રણવાસમાં જ્યાં સુધી આવી દેવીઓ વસે છે, ત્યાં સુધી રાજપૂતને મન રણવાટ રમત વાત છે ! અને ત્યાં સુધી પાર્થિવ દષ્ટિએ ભલે રાજપૂતોને વિનાશ થાય, પણ બાપા રાવળનું બીજ અમર રહેશે, અને વખત આવે વીજળીના ચમકારાની માફક ચારે દિશાને પ્રકાશથી ભરી દેશે. [ સભાખંડમાંથી અજ્યકુમાર ચેડા રજપૂત સાથે, ઉતરી આવે છે. સૌએ બખ્તરે પહેર્યો છે, અને અંગ. ઉપર પૂરતાં શાસ્ત્ર સજ્યાં છે. ] - આવ બેટા, બાપ્પા રાવળનું બીજ રાખવાનું કામ તારે શીરે છે. અજ્યસિંહ * પિતાજી, હજી પણ મન નથી માનતું. મારે નથી જવું. લક્ષમણસિંહ અજય! આ શું? સાત દિવસથી તને સમજાવ્યા કરું છું, આજે તે કબૂલ પણ કરાવ્યું; અને છેલ્લી ઘડિયે પાછા હઠે છે, એ કઠણ હૃદયનું ૧૧૮

Loading...

Page Navigation
1 ... 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150