Book Title: Padmini
Author(s): Krishnalal Shreedharani
Publisher: Navyug Pustak Bhandar

View full book text
Previous | Next

Page 126
________________ પદ્મિની [ પદ્મિની કાંગરાઓ તરફ ફરી ટેકરીઓ તર જોવા લાગે છે. સૌ મહાદેવી તરફ એક કચવાતી નજર નાખી ડરતા હાય તેમ પાછી ખેચી લે છે. કાટ બહાર કાલાહલ વધે છે, અને કિલ્લા થથરી ઉઠે છે. ગગનમાં ‘ અલ્લા હા અકબર !' ની ખૂમ પડે છે. ] લક્ષ્મણસિહ • ફરી હલ્લા થયેા લાગે છે. આખા કિલ્લે જાણે કમ્પી ઉઠે છે ! સ્વાતંત્ર્યની લીલાભૂમિના આવા કરુણ વિનાશ ! પ્રભુ, પ્રભુ ! કૃપા કર ! હવે નથી સહતું. [ પગથિયાં ચડી એક દૂત આવે છે. એને શ્વાસ સમાતા નથી. નમન કરી ઉભા રહે છે. ] દૂત મહારાજ ! શત્રુઓને સિંહની માફ્ક સંહારતા આદલ દેવ પડચા. સૈન્યમાં ભંગાણ પડે એવા સંભવ છે. દંડનાયક સંદેશા કહાવે છે કે રાજકુમાર અચ્યુતસિહે જલદી યુધ્ધે ચડવું જોઈયે. [ પદ્મિનીની આંખમાંથી આંસુ વહેવા લાગે છે. કાંગરા પકડી એ મેઢું ફેરવી ઉભી રહે છે. દૂત નમન કરી પથિયાં ઉતરી જાય છે. ૧૧૩

Loading...

Page Navigation
1 ... 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150