Book Title: Ojas Ditha Aatmbalna Author(s): Vijayvallabhsuri, Kumarpal Desai Publisher: Jaibhikkhu Sahitya Trust View full book textPage 9
________________ રહે છે. પરંતુ આ પ્રવચનોની વાતે માત્ર વચન કે વાણીથી જ અટકી જતી નથી, એને કાર્યમાં સાકાર કરવા માટે આચાર્યશ્રીએ જીવનભર પ્રયાસ કર્યો. માંસાહારી લેકેને જેમ એમણે માંસ, મદીરા છોડાવ્યાં એ જ રીતે હરિજને કે અછૂતોને માટે પણ આચાર્યશ્રીએ સમભાવ દાખવ્યો. પાલિતાણુની જળહોનારત વખતે આચાર્યશ્રીએ શ્રાવકેને તત્કાળ સહાય માટે પ્રેરણા આપી અને એ જ રીતે જામનગરના એક પંડિતે લખેલા પુસ્તકમાંની જૈન ધર્મ વિશેની ખોટી વિગતે નિભીકપણે જાહેર કરી. આમ શાસનપ્રભાવના અને સમાજોત્કર્ષ તેમના જીવનમાં વણાઈ ગયાં હતાં. વિ. સં. ૨૦૦૬માં નાણા ગામના એક બ્રાહ્મણ પંડિત આચાર્યશ્રીનાં વખાણ કર્યા ત્યારે આચાર્યશ્રીએ કહેલાં આ વાક્યો એમના જીવનને પારદર્શક રીતે રજૂ કરે છે. એમણે પંડિતજીએ કરેલી પિતાની પ્રશંસાના જવાબમાં કહ્યું: પંડિતજી, એવું ન કહે. હું ભગવાન મહાવીરને એક સિપાહી છું. ધર્મના દીવા પ્રગટાવવા માટે જ મારું આ જીવન છે. આ શરીરથી સમાજ, ધર્મ, સાહિત્ય, દેશ અને માનવતાનું જેટલું કલ્યાણ થાય તેટલું કરવા માટે હું પ્રત્યન કરતે રહું છું.” સૌથી મટી બાબત આ ગ્રંથમાં એ જોવા મળે છે કે જ્યારે તત્ત્વદર્શનની વાત આવે છે ત્યારે સમયદર્શ આચાર્ય. શ્રીની વાણી ગંભીર બની જાય છે. એ જ વાણુ સમાજની કુરૂઢિ પર પ્રહાર કરતી વખતે તીણુ અને તેજસ્વી લાગે છે. માત્ર જેન–ગુરુ નહિ, પણ લેક-ગુરુ એવા આ આચાર્યશ્રીની દષ્ટિ સર્વધર્મ સમભાવ પર ઠરેલી છે. આથી જ એમના વ્યાખ્યાનમાં રામાયણ અને મહાભારત જેવા ગ્રંથ અને ભતૃહરિ કે તુલસીદાસ જેવા કવિઓનાં ઉદ્ધરણો આવે છે અને પરિણામે આખીયે વાત એક વ્યાપક ફલક પર આવી જાય છે, જ્યાં સત્ય, મૈત્રી અને માનવતા સિવાય બીજું કશું હોતું નથી.Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 318