Book Title: Ojas Ditha Aatmbalna Author(s): Vijayvallabhsuri, Kumarpal Desai Publisher: Jaibhikkhu Sahitya Trust View full book textPage 7
________________ ફ આચાર્યશ્રી વિજયવલ્લભસરિઝની. આ પ્રતિભાનું માપ. સંકુચિતતાની ફૂટપટ્ટીથી માપી શકાય નહીં. એને અંદાજ સાંપ્રદાયિક સંકીર્ણતાથી આવી શકે નહીં. એમનું દર્શન દષ્ટિહીનને સમજાય પણ નહીં. કદી પ્રકાશને કેઈ કેદમાં રાખી શકયું છે ખરું? સીમાડામાં બાંધી શકયું છે ખરું? આવી વિભૂતિની દષ્ટિ આસપાસના સમાજ સોંસરવી. નીકળી જાય. એમનું કાર્ય ભલે વર્તમાનમાં થતું હોય, પણ એમની નજર તે ભવિષ્ય પર મંડાયેલી હોય. ગતાનુ ગતિક્તા કે અંધ રૂઢિચુસ્તતા ક્યારેક આવા વ્યાપક દર્શનને પારખી શકતી નથી, પરંતુ આવાં પરિબળો સામે ઝઝૂમવાનું કૌવત આવી વિભૂતિઓમાં હોય છે. યુગદર્શ. આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજ એક સંપ્રદાયના આચાર્ય હતા, પરંતુ સાંપ્રદાયિક બંધને કે કૂપમંડૂક વૃત્તિવા સીમાડાઓથી તેઓ સાવ ઊફરા હતા. પિતાની દીર્ધ આત્મસાધનાનું નવનીત આપતાં એમણે વિ. સં. ૨૦૧૦ના ભાઈબીજના દિવસે, પિતાના ૮૪મા જન્મદિવસે કહ્યું : હું ન જૈન છું, ન બૌદ્ધ, ને વૈષ્ણવ છું, ન શૈવ, ન હિંદુ છું, ન મુસલમાન; હું તે વીતરાગ દેવ પરમાત્માને શોધવાના માર્ગે વિચરવાવાળો એક માનવી છું, યાત્રાળુ છું. આજે સૌ શાંતિની ચાહના કરે છે, પરંતુ શાંતિની શેધ તે સૌથી પહેલાં પિતાના મનમાં જ થવી જોઈએ.” આ વાક્યોમાં આત્મધમી એવા જૈન ધર્મની મહત્તા કેટલી બધી માર્મિક રીતે પ્રગટ થઈ છે! ધર્મના હાર્દ જેવી આત્મખોજ અને એની અવિરત ઝંખના આમાં પ્રગટ થાય છે. આવી વિભૂતિની નજર સમગ્ર માનવજાત પર પડતી હેય એ સ્વાભાવિક છે, અને એથી જ એમણે રાષ્ટ્રોદ્ધાર અને માનવકલ્યાણ માટે અવિરત પુરુષાર્થ કર્યો. સંયમ, તપ અને સેવાની પ્રવૃત્તિઓ જીવનભર એકસાથે ચલાવી. અનેકાતના ધર્મમાં જ્યાં એકાન્ત આગ્રહે જેથી તે સમયદર્શ આચાર્યશ્રીએ સમજાવટથી કામ લીધું અને વિખૂટાં પડેલાં માનવીઓનાં મન સાંધી આપ્યાં. સમાજનીPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 318